ઓટોમોબાઈલ સેક્ટરમાં વેપાર વધારો : ગુજરાતમાં થયું ટ્રેક્ટરનું ધૂમ વેચાણ..!

સમગ્ર દેશમાં કોરોના કાળમાં તમામ વેપાર-ધંધાને નુકશાન પહોંચ્યું છે. કોરોના પૂર્વે થયેલા વાહનોના સરખામણીની સામે ચાલુ વર્ષે ઓગસ્ટ-2 માં ટ્રેક્ટર વેચાણ વધ્યું છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે ઓગસ્ટમાં 15,031 ટ્રેક્ટર વેચાયા છે, જ્યારે કોરોના પૂર્વે થયેલા વાહનોની સરખામણી ચાલુ વર્ષે ઓગસ્ટ-21માં ટ્રેક્ટરનું વેચાણ 13,621 ટ્રેક્ટર વેચ્યા હતા. 2019 ની સરખામણીએ ટુ-વહીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ ઓછું રહ્યું છે. અંદાજે 35.83 ટકા અને 65.72 ટકા વેચાણ ઓછું છે, જ્યારે કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલમાં વધારો થયો છે. રાજ્યમાં કોરોના કાળમાં તમામ ફિલ્ડમાં વેપાર ધંધા ખૂબ મોટી અસર પહોચી છે.
પરંતુ આ વર્ષે ઓટોમોબાઈલ સેક્ટરમાં વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઓગસ્ટ-19 માં 1,26,418, ઓગસ્ટ-20માં 89,343 અને ઓગસ્ટ-21માં 96,861 જેટલા વાહનોનું વેચાણ થયું છે. કોરોના પૂર્વે એટલે કે, ઓગસ્ટ-19ના કુલ વેચાણ સામે ઓગસ્ટ-21ના આંકડા જોઈએ તો 30 હજાર વાહનોનું વેચાણ ઓછું રહ્યું છે, જ્યારે ઓગસ્ટ-20ની સરખામણી કરીએ તો અંદાજે 7 હજાર વાહનોનું ઓગસ્ટ-21માં વેચાણ વધ્યું છે, ત્યારે ઓટોમોબાઈલ સેક્ટરમાં હાલમાં વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે.