Connect Gujarat
બિઝનેસ

અબજોપતિઓની સંખ્યામાં ભારતે ઘણા દેશોને પાછળ છોડ્યા, અદાણીની સંપત્તિમાં જોરદાર વધારો

કોરોના મહામારીના સંકટ દરમિયાન જ્યાં એક તરફ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે

અબજોપતિઓની સંખ્યામાં ભારતે ઘણા દેશોને પાછળ છોડ્યા, અદાણીની સંપત્તિમાં જોરદાર વધારો
X

કોરોના મહામારીના સંકટ દરમિયાન જ્યાં એક તરફ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે, તો બીજી તરફ ગરીબી પણ ઝડપથી વધી રહી છે. દેશમાં ગરીબોની સંખ્યા ગત વર્ષમાં બમણી થઈ ગઈ છે, જ્યારે દેશમાં 40 નવા અબજોપતિ બન્યા છે. આ દરમિયાન ભારતે અબજોપતિઓની સંખ્યાના મામલે વિશ્વના ઘણા દેશોને પાછળ છોડી દીધા છે.

કોરોના મહામારીના સંકટ દરમિયાન જ્યાં એક તરફ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે, તો બીજી તરફ ગરીબી પણ ઝડપથી વધી રહી છે. ઓક્સફેમ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, દેશમાં ગરીબોની સંખ્યા ગત વર્ષમાં બમણી થઈ ગઈ છે, જ્યારે દેશમાં 40 નવા અબજોપતિ બન્યા છે. આ દરમિયાન ભારતે અબજોપતિઓની સંખ્યાના મામલે વિશ્વના ઘણા દેશોને પાછળ છોડી દીધા છે. દેશના અબજોપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે જોરદાર વધારો નોંધાયો હતો. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. અદાણી પાસે ગયા વર્ષે ભારતમાં સૌથી વધુ નેટવર્થ હતી અને તે વિશ્વમાં વૈશ્વિક સ્તરે સંપત્તિમાં પાંચમી સૌથી મોટી વૃદ્ધિ નોંધાવી હતી. ગૌતમ અદાણીની સંપત્તિમાં $42.7 બિલિયનનો ઉમેરો થયો, આ સાથે તેમની સંપત્તિ હવે $90 બિલિયન થઈ ગઈ છે. મુકેશ અંબાણીની નેટવર્થ 2021માં વધીને $13.3 બિલિયન થઈ અને હવે તે $97 બિલિયનની થઈ ગઈ છે.

Next Story