Connect Gujarat
બિઝનેસ

મેં મહિનામાં 11 દિવસ બેન્કમાં રહેશે રજા, ફટાફટ પતાવજો તમારા કામ...

મેં મહિનામાં કુલ 11 રજાઓ આવી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 3 કેટેગરીમાં રજાઓની યાદી બહાર પાડે છે.

મેં મહિનામાં 11 દિવસ બેન્કમાં રહેશે રજા, ફટાફટ પતાવજો તમારા કામ...
X

આગામી મેં મહિનો શરૂ થવા જઇ રહ્યો છે, ત્યારે જે લોકો બેન્કને લગતા કામકાજ ફટાફટ પતાવવા ઇચ્છતા હોય છે. લોકોએ અગાઉથી જ મેં મહિનાની રજાઓ જોઇ લેવી જોઈએ. જેથી કરી ધક્કા ખાવાના દહાડા ન આવે અને તમારું કામ પણ ફટાફટ પૂર્ણ થઇ જાય. રિઝર્વ બેન્ક દર વર્ષે રજાનું કેલેન્ડર બહાર પાડે છે. જેમાં તારીખથી તારીખ સુધી જણાવવામાં આવે છે કે, કયા રાજ્યમાં કયા દિવસે બેન્કો બંધ રહેશે.

તેઓ રાષ્ટ્રીય રજાઓનો પણ ઉલ્લેખ કરે છે કે, જે દિવસે દેશભરમાં એક સાથે બેન્કો બંધ રહે છે, ત્યારે મેં મહિનામાં કુલ 11 રજાઓ આવી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 3 કેટેગરીમાં રજાઓની યાદી બહાર પાડે છે. જેમાં, પ્રથમ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ મુજબ રજાઓ હોય છે, બીજી વાસ્તવિક સમય (Real Time)ની ગ્રોસ સેટલમેન્ટ રજાઓ હોય છે, અને ત્રીના નંબરે ક્લોઝિંગ એકાઉન્ટની રજાઓ હોય છે. આ 3 રીતે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બેન્કની રજાઓ નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરની રજાઓ શનિવાર, રવિવાર અથવા હોળી, દિવાળી અથવા દશેરા જેવાં તમામ મોટા તહેવારો પર હોય છે. બેન્કની રજાઓ મુખ્યત્વે રાજ્યોના તહેવારો પર નિર્ભર હોય છે.

જે રાજ્યમાં બેન્ક છે, ત્યાંથી રજા તે રાજ્યના તહેવારો પરથી નક્કી કરવામાં આવશે. આ રજાઓ દરેક રાજ્યમાં બદલાઈ શકે છે. એટલે કે, જે દિવસે દિલ્હીમાં બેન્કો બંધ હોય તે દિવસે હરિયાણામાં પણ બંધ રહે તે જરૂરી નથી. દિલ્હીમાં તહેવારના કારણે બેન્કો બંધ હોઈ શકે છે. પરંતુ હરિયાણામાં જો તે તહેવાર ઉજવવામાં ન આવતો હોય તો, ત્યાં તે દિવસે બેન્ક ચાલુ રહે છે. આવી જ સ્થિતિ છઠ પૂજા વખતે જોવા મળતી હોય છે. કારણ કે, બિહાર-યુપીમાં છઠ પર બેન્કો બંધ રહે છે, જ્યારે અન્ય રાજ્યોમાં એ દિવસ બેન્કનું કામકાજ ચાલુ રહે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આ વખતે મેં મહિનામાં બેન્કકેટલા દિવસ બંધ રહેશે. મહિનામાં અન્ય રજાઓમાં એક બીજો શનિવાર અને એક ચોથો શનિવાર એમ 2 દિવસ અને મહિનામાં કુલ 5 રવિવારની રજા આવે છે, ત્યારે એમ 7 દિવસ પણ રજા આવે છે. ત્યારે મેં મહિનામાં કુલ 11 રજાઓ આવશે.

Next Story