દેશમાં વધુ એક એરલાઈન્સ શરુ થવા જઈ રહી છે. દિગ્ગજ શેરબજાર કારોબારી રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરને સરકારે ઉડાન લાઈસન્સ આપી દીધું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના ડીજીસીએ અકાસા એરને એરલાઇન ફ્લાઇટ સર્વિસ શરૂ કરવાનું લાઈસન્સ આપી દીધું છે. સરકારી લાઈસન્સ મળ્યાં બાદ હવે ગમે ત્યારે અકાસા એર તેની ફ્લાઈટ શરુ કરી શકે છે.
અકાસા એર જુલાઈના અંતિમ સપ્તાહ સુધી પોતાની પહેલી કોમર્શિયલ ફ્લાઈટ શરૂ કરે તેવું મનાઈ રહ્યું છે. એરલાઈન્સમાં 15 જુલાઈ બાદ ટિકિટનું બુકિંગ શરૂ થવાની આશા છે. 21 જૂન, 2022ના દિવસે અકાસા એરને મળ્યું પહેલું બોઈંગ વિમાન 21 જૂન, 2022 ના રોજ, અકાસા એરનું પહેલું વિમાન બોઇંગ 737 મેક્સ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું. આકાસા એરને 16 જૂને અમેરિકાના સિએટલમાં પ્રથમ વિમાન સોંપવામાં આવ્યું હતું.