સરકારી ઓઈલ કંપનીઓ પોતાનું નુકસાન ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. મંગળવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 80-85 પૈસા અને ડીઝલના ભાવમાં 70-75 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.
સરકારી તેલ કંપનીઓએ આજે દેશના ચાર મહાનગરો સહિત તમામ મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 80 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે અને 100ને પાર પહોંચી ગયું છે, જ્યારે યુપીના નોઈડા અને લખનૌ જેવા મોટા શહેરોમાં પણ પેટ્રોલનો દર સદીને આંબી ગયો છે. મુંબઈમાં સૌથી વધુ 85 પૈસા પ્રતિ લિટરનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 100.21 રૂપિયા અને ડીઝલ 91.47 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ રૂ. 115.04 અને ડીઝલ રૂ. 99.25 પ્રતિ લીટરે પહોચ્યું છે. ચેન્નાઈ પેટ્રોલ રૂ. 105.94 અને ડીઝલ રૂ. 96.00 પ્રતિ લીટર પહોંચ્યું જયારે કોલકાતા પેટ્રોલ રૂ. 109.68 અને ડીઝલ રૂ. 94.62 પ્રતિ લીટરને પાર થયું છે.