દેશમાં વધતી મોંઘવારીની વચ્ચે ઓગસ્ટ મહિનાની બેઠક બાદ શુક્રવારે RBIના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જાહેર કરવામાં આવી છે કે રેપો રેટ 0.50 ટકા વધારવા નો નિર્ણય લેવામાં આવ્યો છે. આની સાથે જ છેલ્લા ચાર મહિનામાં રેપો રેટ 1.40 ટકા વધી ચુક્યો છે.
દેશમાં એક તરફ વધતી મોંઘવારી વચ્ચે RBIના આ નિર્ણયથી હોમ લોનથી લઈને પર્સનલ લોન પર EMI વધી જશે અને સૌથી વધારે માર મિડલ ક્લાસ પર પડશે રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની આ બેઠક અગાઉ સોમવારથી બુધવાર સુધી યોજાવાની હતી, પરંતુ કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવી પડી હતી. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંકે આ વર્ષે મે મહિનાથી રેપો રેટ વધારવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેંક મે મહિનામાં મોનેટરી પોલિસી કમિટી ની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
મોંઘવારી વધવાના કારણે રિઝર્વ બેંક આવું કરવું પડ્યું મે મહિનામાં ની બેઠકમાં રિઝર્વ બેંક રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ જૂન મહિનામાં મોનેટરી પોલિસી કમિટીની નિયમિત બેઠક યોજાઈ હતી, જેમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈએ મે મહિનામાં લગભગ બે વર્ષ બાદ પ્રથમ વખત રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.