CAA બિલના વિરોધ વચ્ચે જાણો કયાં ત્રણ પાકિસ્તાની બન્યાં “ભારતીય” નાગરિક

દેશમાં એક તરફ CAA અને NRC નો વિરોધ થઇ રહયો છે ત્યારે બીજી તરફ મોરબી જિલ્લાના વાવડી ગામે
પાકિસ્તાની 3 યુવાન ને ભારતનું નાગરીકત્વ આપવામાં આવ્યું છે.
દેશમાં નાગરિક સંશોધન એકટના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહયાં છે ત્યારે કચ્છ બાદ હવે મોરબી જિલ્લામાં પાકીસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. મોરબીના વાવડી ગામના સોઢા પરિવારનાહરસિંઘ સોઢા, સરુપસિંઘ સોઢા અને પરબતસિંઘ સોઢા હવે સત્તાવાર રીતે ભારતના નાગરિક બની ગયાં છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના હસ્તે તેમને નાગરિકત્વ આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવામા આવેલો છે. આ કાયદા હેઠળ મોરબી વિસ્તારમાં રહેતાં અંદાજીત ૯૫૦ પાકીસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળવાની છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા શરણાર્થીઓની હાજરીમાં નાગરિક સંશોધન કાયદા જન જાગ્રુતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.