Connect Gujarat
Featured

સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે
X

કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી રહી છે. સરકાર આ હિસ્સો વેચી રૂ. 20 હજાર કરોડ એકત્ર કરશે. આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત અર્થતંત્રને વેગ આપવા માટે જાહેર કરાયેલા રાહત પેકેજમાં કરવામાં આવશે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, હિસ્સેદારીનું વેચાણ શેર સેલથી કરવામાં આવશે. જોકે, તે માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર આધારિત છે. કોલ ઇન્ડિયાના મામલે, જો આકર્ષક વેલ્યુએશન ન મળે તો કંપની સરકાર પાસેથી શેર બાયબેક કરી શકે છે. કોરોનાને કારણે કેન્દ્ર સરકારનું બજેટ લક્ષ્યાંક ખોરવાયું છે. લોકડાઉનના કારણે સરકારે વેલ્ફેર કાર્યક્રમો પર વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત અર્થતંત્રમાં રિકવરી લાવવા માટે પણ સરકાર સંઘર્ષ કરી રહી છે.

ફેબ્રુઆરીમાં રજુ થયેલા બજેટમાં કેન્દ્ર સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 2.1 લાખ કરોડ ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ લક્ષ્યાંક ગત વર્ષ કરતાં બમણો છે.

ગયા વર્ષે, સરકારની વીમા કંપની લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન લિમિટેડે IDBI બેંકમાં 51% હિસ્સો ખરીદ્યો હતો. આ ખરીદી બાદ સરકારની બેંકમાં 47% હિસ્સો હતો. કોલ ઈન્ડિયામાં 66% હિસ્સો છે. જાન્યુઆરી 2015માં સરકારે કોલ ઈન્ડિયામાં 10% હિસ્સો વેચ્યો હતો. સરકારને આ વેચાણમાંથી રૂ. 22,550 કરોડ મળ્યા છે.

Next Story