આવતી કાલે આપની પોતાની “ચેનલ નર્મદા” કરશે ૨૧માં વર્ષમાં પ્રવેશ !

New Update
આવતી કાલે આપની પોતાની “ચેનલ નર્મદા” કરશે ૨૧માં વર્ષમાં પ્રવેશ !

ચેનલ નર્મદાનું કાર્યાલય કરાયું રોશનીથી ઝગમગ

આપણી પોતાની ‘ચેનલ નર્મદા’ પોતાના ૨૦ વર્ષ પુરા કરી ૨૧ માં વર્ષમાં પ્રવેશ નિમિતે ઉજવાનારા દ્વિ દશાબ્દિ મહોત્સવ નિમિત્તે કનેકટ ગુજરાત વતી ખુબ ખુબ અભિનંદન.publive-image૨૦ વર્ષના ઇતિહાસ માં ચેનલ નર્મદાએ સામાજિક, રાજકીય, ધાર્મિક ,પ્રસગે સમાચારનું કવરેજ કરી પોતાનો આગવો ચાહકવર્ગ ઉભો કરવા સાથે ખરેખર લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. સાચા અર્થમાં એક સાચા નીડર સૈનિક તરીકે પ્રજાના પ્રશ્નોને રજુ કરી વાચા આપી છે. ત્યારે કનેકટ ગુજરાત અને તેની સમગ્ર ટીમ તરફથી ચેનલ નર્મદાના સંચાલકો તેમજ તેમની સમગ્ર ટીમને અભિનંદન.

આપની ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરી ભરૂચ જિલ્લા પૂરતી સીમીત ન રહેતા પુરા ગુજરાતની ચેનલ બની રહે તેવી શુભેચ્છા સાથે નર્મદા ચેનલની સમગ્ર ટિમ તથા તેમના ડિરેક્ટર નરેશભાઈ ઋષિભાઈ તથા હરીશભાઈને યોગેશ પારિકના વંદન સાથે ખુબ ખુબ શુભેચ્છા.