આંતર રાજય બાળ તસ્કરી મામલો: વધુ એક બાળક બચાવાયું, પાલક પિતાની કરાઇ ધરપકડ

64

છોટા ઉદેપુરનાં બહુચર્ચિત બાળ તસ્કરી મામલે મધ્યપ્રદેશ પોલીસે વધુ એક બાળકને ઉગાર્યું છે. પોલીસે પાલક પિતાની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર શૈલુ રાઠોડે પોલીસ રિમાન્ડમાં માહિતી આપી હતી. શૈલુએ રૂપિયા ૧ લાખમાં ૪ માસનાં બાળકને વેચ્યુ હતુ.

શૈલુએ ધાર જિલ્લાનાં ગુજરી ગામનાં પરિવારને બાળક વેચ્યુ હતુ. પોલીસે અત્યાર સુધીમાં ૧૪ બાળકોને મુક્ત કરાવ્યા છે અને આ મામલે ૨૮ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલે મળેલા બાળકોની સંખ્યા ૧૪ જેટલી થઈ છે, જ્યારે ઝડપાયેલા આરોપીની સંખ્યા ૨૮ જેટલી થઈ છે.

માસ્ટરમાઇન્ડ શૈલુ રાઠોડ અને ડૉક્ટર રાજુ સહિત ૨૮ આરોપીઓ જેલમાં સજા કાપી રહ્યા છે. પોલીસને શંકા છે કે આ મામલે આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. બાળ તસ્કરીનાં મોટાભાગનાં કેસમાં આડા સંબંધોથી જન્મેલા બાળકો અને પોલન-પોષણના કરી શકે તેના માતા-પિતા દ્વારા ત્યજી દેવામાં આવતા બાળકોને વેચી દેવામાં આવતા હોય છે. હૉસ્પિટલમાંથી જ બાળતસ્કરી થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.આ મામલે અલીરાજપૂરનાં એસ.પી. વિપુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે, “પોલીસને માહિતી મળી હતી કે શૈલુ રાઠોડ નાના બાળકોનાં ખરીદ-વેચાણનો ધંધો કરે છે. તેને ઑપરેશનમાં રંગે હાથે બાળક વેચતા ઝડપવામાં આવ્યો હતો. પુછપરછમાં જાણવા મળ્યું કે તેણે ઘણા બાળકો વેચ્યા છે. એક બાળક તેણે છોટાઉદેપુરની કેસર હૉસ્પિટલમાંથી ખરીદ્યુ હતુ.”

LEAVE A REPLY