New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/coca-cola-05.jpg)
કોકા-કોલા ઇન્ડિયા દ્વારા દેશમાં હાલના પીણાંના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાના ઉદેશ સાથે તેનું સક્રિય હાઇડ્રેશન પીણું "એક્વેરિયસ" ને ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કંપનીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં "સક્રિય હાઇડ્રેશન" સેગમેન્ટની શ્રેણીમાં પ્રવેશ કરવામાં આવશે તેમજ આગામી વર્ષોમાં ઝડપી વૃદ્ધિ કરવાની યોજના છે. આ પ્રોડક્ટ મુખ્યત્વે યુવાનો તેમજ શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ટાર્ગેટ કરશે.
આ સાથે લીંબુનો ફ્લેવર તેના ગ્રાહકોની વ્યસ્ત જીવનશૈલીમાં તાજગીનો અહેસાસ કરાવશે તેમજ પ્રસંગોમાં પણ ઉપયોગ કરી શકાશે જેથી તેને માર્કેટમાં ઝડપથી વિકસવામાં મદદ મળશે.
આ પીણું શરૂમાં દેશના મોટા શહેરોની કરિયાણાની દુકાનો પર 400ml બોટલ રૂ 30 માં ઉપલબ્ધ થશે.