Connect Gujarat
Featured

કોંગ્રેસમાં હતાશા ધાનાણી-ચાવડાએ આપ્યું રાજીનામું, હવે કોંગ્રેસ હાર્દિકના હવાલે

કોંગ્રેસમાં હતાશા ધાનાણી-ચાવડાએ આપ્યું રાજીનામું, હવે કોંગ્રેસ હાર્દિકના હવાલે
X

મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપાની ચૂંટણી માંપણ કારમો પરાજય થતા અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખ પદેથી જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું છે. જેનો હાઇકમાન્ડે સ્વીકાર કરી લીધો છે.

જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની જીત માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી જોરશોરથી પ્રચાર કરતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીનો પ્રચાર સમયે મુખ્ય મુદ્દો વિકાસનો હતો જ્યારે સી.આર પાટિલ પોતાની પેજ પ્રમુખ ફોર્મ્યુલાથી શહેરો બાદ ગામડાંમાં પણ સફળ રહ્યા છે. મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપાની ચૂંટણી માંપણ કારમો પરાજય થતા અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખ પદેથી જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું છે. જેનો હાઇકમાન્ડે સ્વીકાર કરી લીધો છે. આ મહિનાના અંત સુધીમાં નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થશે. જ્યાં સુધી કોંગ્રેસ નવા પ્રમુખનું નામ જાહેર ન કરે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સંગઠનની જવાબદારી સંભાળી શકે છે.

જ્યારે બીજી બાજુ ઠેર-ઠેર ભાજપમાં વિજય ઉત્સવની ઉજવણીઓ ચાલી રહી છે. ત્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી કરી દીધી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીત કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.

Next Story