Connect Gujarat
Featured

કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલનો છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ, સફળતાના પાંચ વર્ષ પુર્ણ

કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલનો છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ, સફળતાના પાંચ વર્ષ પુર્ણ
X

અંકલેશ્વરમાં મુખ્યાલય ધરાવતી આપની લોકપ્રિય ચેનલ કનેકટ ગુજરાતે તારીખ 9મી માર્ચના રોજ છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. કનેકટ ગુજરાતના છઠ્ઠા સ્થાપના દિવસની સાથે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ. જોલીનો જન્મદિવસ પણ હોવાથી સોનામાં સુગંધ ભળી હતી.

પત્રકારત્વની વાત આવે ત્યારે તમે કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલની નિષ્પક્ષતા અને નીડરતા બાબતે તમે ગર્વ લઇ શકો છો. પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડીરેકટર એમ.એસ.જોલીના સોપાન સમાન કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલ દિવસે અને દિવસે સફળતાના શિખરો સર કરી છે. 9મી માર્ચ 2016ના રોજ સંસ્થાનો પાયો નંખાયા બાદ લોગ મિલતે ગયે ઓર કારવા બનતાં ગયાં તેમ કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલ આજે દેશ અને વિદેશના દર્શકોમાં પ્રિય બની ચુકી છે. સોશિયલ મિડીયાના જમાનમાં કનેકટ ગુજરાત પોતાની આગવી ઓળખ ઉભી કરી આપ માનવંતા દર્શકોના હદયમાં સ્થાન મેળવવા માટે તનતોડ મહેનત કરી છે અને અમે આભારી છીએ આપ સૌ દર્શકોનો કે જેમના તરફથી અપ્રતિમ સહયોગ પ્રાપ્ત થયો છે. સોશિયલ મિડીયાના દરેક પ્લેટફોર્મ ઉપર કનેકટ ગુજરાતની હાજરી આપ સૌને જોવા મળે છે.

દર્શકો સુધી સચોટ રીતે સમાચારો તેમજ અન્ય માહિતી પહોંચી શકે તે માટે 9મી માર્ચ 2016ના રોજ કનેકટ ગુજરાતનું લોન્ચિંગ કરાયું હતું. આજે અમારી સાથે એક કરોડથી વધારે દર્શકો અને 100થી વધારે વિજ્ઞાપનદાતાઓ જોડાયાં છે. આગામી દિવસોમાં વધુમાં વધુ દર્શકો અને વિજ્ઞાપનદાતાઓ કનેકટ ગુજરાત પરિવારના સભ્યો બને તે માટે કનેકટ ગુજરાતની સમગ્ર ટીમે કટીબધ્ધતા દર્શાવી છે. કનેકટ ગુજરાતના સ્થાપના દિવસની સાથે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ. જોલીનો જન્મદિવસ હોવાથી ઉજવણીમાં સોનામાં સુગંધ ભળી હોય તેવો માહોલ સર્જાયો હતો. કનેકટ ગુજરાત કાર્યાલય ખાતે કેક કાપી ઉજવણી કરાઇ હતી. જેમાં પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ. જોલી સહિત કરણ જોલી, અનિરૂત જોલી, યોગેશ પારીક, ડૉ. ખુશ્બુ પંડયા સહિત સમગ્ર સ્ટાફ હાજર રહયો હતો. આજના પ્રસંગે ભરૂચની જયઅંબે ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે પણ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. શાળા પરિવારે સંસ્થાના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલીને સોનેરી ભવિષ્ટ અને ઉજજવળ સફળતા માટે શુભકામનાઓ આપી હતી.

Next Story