Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો, રિકવરી રેટ પણ 97.51% પર પહોચ્યો

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો, રિકવરી રેટ પણ 97.51% પર પહોચ્યો
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં દિવસેને દિવસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યભરમાં કુલ 232 જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોના સંક્રમણથી 1નું મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સાથે જ રાજ્યમાં કોરોના સામેનો રિકવરી રેટ પણ 97.51% પર પહોચી જવા પામ્યો છે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 450 જેટલા લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે તેની સાથે આજદિન સુધી કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા પણ 2,57,120 પર પહોંચી છે. હાલ 2160 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે, જેમાંથી કુલ 23 લોકો વેન્ટિલેટર પર અને 2137 જેટલા લોકોની હાલત સ્થિર હોવાનું માલૂમ પડ્યું છે. ઉપરાંત અમદાવાદમાં 1 દર્દીનું મોત થતાં આજદિન સુધી રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4396 પર પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 46, રાજકોટ કોર્પોરેશનમાં 33, સુરત કોર્પોરેશનમાં 22, વડોદરામાં 11, રાજકોટ 9, દેવભૂમિ દ્વારકામાં 5, કચ્છમાં 5, ગાંધીનગરમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, ખેડામાં 4 અને મોરબીમાં 4 કેસ નોંધાયા હતા. તો સાથે જ ગુજરાતમાં ગત તા. 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી છે, ત્યારે અત્યાર સુધી કુલ 6,04,184 જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સોમવારના રોજ કુલ 49,005 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

Next Story