Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોના વેકસીનેશનનો ત્રીજો તબકકો, જુઓ કયાં મહાનુભવોએ મુકાવી રસી

અમદાવાદ : કોરોના વેકસીનેશનનો ત્રીજો તબકકો, જુઓ કયાં મહાનુભવોએ મુકાવી રસી
X

દેશમાં સોમવારના રોજથી કોરોના વેકસીનેશનના ત્રીજા તબકકાનો પ્રારંભ થયો છે. 60 વર્ષથી વધુ ઉમંરના લોકો માટે શરૂ થયેલાં વેકસીનેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાની રસી મુકાવી હતી. તેમને ભારત બાયોટેકની કોવેકસીન રસી આપવામાં આવી હતી.

દેશ તથા રાજયમાં કોરોના રસીકરણના ત્રીજા તબકકાનો સોમવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્રીજા તબકકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે પણ રસી મુકાવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ કોરોના વેક્સીન લીધી હતી. આરોગ્ય સચિવ જ્યંતી રવિના માતુશ્રીએ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મહંતો એ પણ અલગ અલગ હોસ્પિટલમાં વેક્સીન લીધી હતી.ફ્ર્ન્ટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સીન આપ્યા બાદ સોમવારથી રાજ્યભરમાં કોરોના વેક્સિન માટેનો ત્રીજો તબક્કો શરૂ થયો છે, જેમાં 60 વર્ષથી વધુ વયના લોકોને આજથી વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. સરકારે નક્કી કરેલી કિંમતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ 250 રૂપિયામાં વેક્સિન મળશે. અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ વડોદરામાં સવારથી વેક્સિન લેવા માટે અલગ-અગલ હોસ્પિટલોમાં 60 વર્ષથી વધુ વયના લોકો આવી પહોંચ્યાં હતાં. રાજ્ય સરકાર અને સ્થાનીય તંત્ર તરફથી અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યના 4 મહાનગરોમાં અલગ અલગ હોસ્પિટલમાં વરિષ્ઠ લોકો વેક્સીન લઇ રહયા છે.

રાજકોટની વાત કરવામાં આવે તો પ્રથમ સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો અને મહંતોને વેક્સીન આપવામાં આવી હતી. રાજ્યસભાના પૂર્વ સાંસદ અભય ભારદ્વાજનાં પત્ની અલકાબેન ભારદ્વાજે પણ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લઈને ત્રીજા તબક્કાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સાંસદ અભય ભારદ્વાજનું નિધન કોરોનાને કારણે જ થયું હતું. હાલ રાજકોટમાં વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે, 45-59 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી અપાશે.રાજકોટમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે પણ વેક્સીન લીધી હતી તો સુરતમાં આજથી સિનિયર સિટિઝનને કોરોના વેક્સિનની રસી આપવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. એક સિનિયર સિટિઝન દંપતીએ પ્રથમ ડોઝ લઈ રસીનો પ્રારંભ કરાવ્યો છે. મહાપાલિકાએ કરેલા સર્વેમાં 45થી 60 વર્ષના કોમોર્બિડ કંન્ડિશનના 2,50,177 અને 60 વર્ષથી વધુ વયના વડીલો 2,17,795 મળી કુલ 4,67,972 લોકોનાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં વડોદરામાં પણ આજથી વેક્સિનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Next Story