Connect Gujarat
ગુજરાત

દાહોદ : આદિવાસી સમાજ દ્વારા યોજાયા ધરણાં પ્રદર્શન, જાણો શું છે કારણ..?

દાહોદ : આદિવાસી સમાજ દ્વારા યોજાયા ધરણાં પ્રદર્શન, જાણો શું છે કારણ..?
X

દાહોદ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડના આધારે અન્ય સમાજ આપવામાં આવેલ આદિવાસી પ્રમાણપત્રો રદ્દ કરવાની માંગ સાથે દાહોદ મામલતદાર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમા ગીર, બરડો

અને આલેયના જંગલના નેસ વિસ્તારમાં રહેતા હોય તેના સિવાયના વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણોને આપવામાં આવેલ આદિવાસી પ્રમાણપત્રો રદ્દ કરવા આદિવાસી સમાજના આગેવાનો આંદોલન કરી રહ્યા છે, ત્યારે ખોટા

પ્રમાણપત્રો આપવાના સરકારના નિર્ણયનો દાહોદ આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ

કરવામાં આવ્યો હતો.

રાજય સરકાર દ્વારા મસવાડી પહોંચ

અને વિગત દર્શક કાર્ડના આધારે ગેરકાયદેસર રીતે આદિવાસીના પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા હતા, ત્યારે મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડએ ગેર કાયદેસર હોવાનું આદિવાસી

સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા કરવામાં

આવેલ મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડના ઠરાવને તાત્કાલિક રદ્દ કરવાની માંગ

આદિવાસી સમાજ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Next Story