ડાંગ : આહવામાં કોરોનાના દર્દીઓને થશે રાહત, ઓક્સિજન પ્લાન્ટ માટે ધારાસભ્યએ 65 લાખ રૂપિયા ફાળવ્યા

New Update
ડાંગ : આહવામાં કોરોનાના દર્દીઓને થશે રાહત, ઓક્સિજન પ્લાન્ટ માટે ધારાસભ્યએ 65 લાખ રૂપિયા ફાળવ્યા

'કોરોના' સંક્રમિત દર્દીઓની સારવાર અને સુશ્રુશા માટે આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા ૬૫ લાખ ફાળવવાની જાહેરાત કરી છે.

કોરોનાની મહામારીમાં ડાંગ જિલ્લાના આદિવાસી પ્રજાજનોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુસર ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે તેમની ગ્રાંટમાંથી ઓક્સિજન પ્લાન્ટ માટે રૂપિયા ૩૦ લાખ, અને છ ટન ઓક્સિજનની સ્ટોરેજ ટેન્ક માટે  રૂપિયા ૩૫ લાખ મળી કુલ ૬૫ લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. અને આ અંગેનો ભલામણ પત્ર ડાંગના જિલ્લા આયોજન અધિકારીને પાઠવી દીધો છે. જિલ્લા આયોજન અધિકારીનો વધારાનો હવાલો ધરાવતા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે સિવિલ હોસ્પિટલ ઉપરાંત જિલ્લાના ત્રણેય સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ 'કોવિડ-૧૯' ની સારવાર માટે જરૂરી સાધન સુવિધાઓ અર્થે જરૂર પડ્યે વધુ રાશિ ફાળવવા માટે પણ ધારાસભ્યની સહમતી દર્શાવી છે તેમ જણાવી, તે અંગેનુ સુચારુ આયોજન કરીને આ કામગીરી પણ હાથ ધરાશે એમ જણાવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

New Update
Screenshot_2025-07-22-18-04-10-75_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. આજે વડોદરા તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.
હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. વાહનચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવું પડ્યું હતું. રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહનચાલકો ત્રાસી ઉઠ્યા છે. હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત અપાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યે છે.
Latest Stories