Connect Gujarat
દેશ

દિલ્હી : શિયાળુ સત્રનો આજે બીજો દિવસ, પ્રદૂષણ મુદ્દે સદન ગુંજશે!

દિલ્હી : શિયાળુ સત્રનો આજે બીજો દિવસ, પ્રદૂષણ મુદ્દે સદન ગુંજશે!
X

સોમવારથી શરૂ થયેલા લોકસભાના શિયાળુ સત્રના આજે બીજા દિવસે વિપક્ષ દિલ્લીમાં વધી રહેલા પ્રદૂષણનો મુદ્દો ઉઠાવશે, સરકારના કેન્દ્રિય અને રાજ્યમંત્રી પાસે જવાબ માંગશે, તો બીજી તરફ જલિયાંવાળા બાગ સોરોગસી બિલ પર રાજ્યસભામાં ચર્ચા થશે.

સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. સત્રના બીજા દિવસે ગૃહ રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ અંગે ચર્ચા થશે. બપોરે 2 વાગ્યે લોકસભામાં તેની ચર્ચા કરવામાં આવશે. ચિટફંડ અને જલિયાંવાલા બાગની પણ ચર્ચા કરવામાં આવશે. આજે ફરી વિપક્ષ અર્થતંત્ર, બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. બપોરે 2 વાગ્યે લોકસભામાં પ્રદૂષણ અંગે ચર્ચા કર્યા પછી પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર જવાબ આપશે. આ પહેલા બપોરે 1 વાગ્યે નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર ગૃહમાં ચિટ ફંડ બિલ અંગે જવાબ આપશે. રાજ્યસભામાં સોરોગસી અને જલિયાંવાલા બાગ બિલ પર ચર્ચા કરવામાં આવશે.

સોમવારે શિયાળુ સત્ર શરૂ થતાં પહેલા વડા પ્રધાન

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. વડા

પ્રધાને કહ્યું કે સત્ર દરમિયાન ઉચ્ચ સ્તરીય ચર્ચા થવી જોઈએ જેમાં તમામ સાંસદો

શામેલ છે. સત્ર શરૂ થાય તે પહેલાં તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ. સંસદના સત્ર દરમિયાન સુસ્ત

અર્થતંત્ર, વધતી બેરોજગારી, ખેડુતોનું સંકટ અને

જમ્મુ-કાશ્મીરમાં રાજકીય નેતાઓની અટકાયત વિશે વાત થઈ શકે છે.

Next Story