Connect Gujarat
Featured

દિલ્હી : લાલ કિલ્લો પ્રવાસીઓ માટે 31 જાન્યુઆરી સુધી રહેશે બંધ, પ્રજાસત્તાક દિન પર થઈ હતી હિંસક અથડામણ

દિલ્હી : લાલ કિલ્લો પ્રવાસીઓ માટે 31 જાન્યુઆરી સુધી રહેશે બંધ, પ્રજાસત્તાક દિન પર થઈ હતી હિંસક અથડામણ
X

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના આદેશ મુજબ લાલ કિલ્લા 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. જો કે આદેશમાં આની પાછળના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ તેમાં 6 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીના જૂના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાલ કિલ્લો ગણતંત્ર દિવસના સમારોહના કારણે 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી બંધ હતો. સૂત્રોના જણાવ્યાનુંસાર 27 જાન્યુઆરીએ આને મુલાકાતીઓ માટે ખોલવામાં આવવો જોઈતો હતો. પરંતુ આવું ન કરવામાં આવ્યું. આ પહેલા બુધવારે સંસ્કૃતિ તથા પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે આ ઘટના સ્થળની મુલાકાત કરી એએસઆઈ પાસે આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.

મંગળવારે આયોજિત ખેડૂતની ટ્રેક્ટર પરેડનું લક્ષ્ય કૃષિ કાયદાને પાછા લેવા અને પાકને ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરંટીની માંગ કરવાની હતી. દિલ્હી પોલીસે રાજપથ પર સમારોહ સમાપ્ત થયા બાદ નિર્ધારિત રસ્તેથી ખેડૂતોને પરેડ કાઢવાની પરવાનગી આપી હતી. પરંતુ હજારોની સંખ્યામાં ખેડૂતોની વચ્ચે રહેલા અસામાજિક તત્વો સમય પહેલા વિભિન્ન સીમાઓ પર લાગેલા અવરોધકોને તોડતા દિલ્હીમાં પ્રવેશ્યા હતા. અનેક જગ્યાઓ પર પોલીસની સાથે તેમની અથડામણ થઈ અને પોલીસે લાઠી ચાર્જ અને આંસૂ ગેસના સેલ પણ છોડ્યા હતા.

તોફાની તત્વોનો એક સમૂહ લાલ કિલ્લા પર પહોંચ્યો અને ત્યાં ગુંબદ પર તથા કિલ્લાની પ્રાચીરના ધ્વજારોહણ સ્તંભ પર ધાર્મિક ઝંડો લહેરાવ્યો હતો. આ સ્તંભ પર ફક્ત રાષ્ટ્રીય ધ્વજ તિરંગા ફરકાવવામાં આવે છે.

Next Story