Connect Gujarat
ધર્મ દર્શન 

માતા દુર્ગાનો પ્રથમ અવતાર શૈલપુત્રી, વાંચો શું છે અવતરણ પાછળની કથા

Blog By: Dhruta Raval

માતા દુર્ગાનો પ્રથમ અવતાર શૈલપુત્રી, વાંચો શું છે અવતરણ પાછળની કથા
X

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નામોનમઃ !

માતા દુર્ગા નો પ્રથમ અવતાર દેવી શૈલપુત્રી છે . શૈલ એટલે પથ્થર કે શિખર અને પુત્રી એટલે દીકરી.દેવી પર્વતોના રાજા હિમાલય ના પુત્રી છે. દેવીનું સ્વરૂપ વર્ણવએ તો તેઓ પવન સમા મુક્ત, નીર જેવા અનુકૂલનશીલ, અગ્નિ સમા ઉગ્ર, પૃથ્વી જેવા કરુણાપૂર્ણ અને અવકાશ સમા શાંત છે. તે ધીરજ અને ભક્તિનું સ્વરૂપ છે .

દેવી શૈલપુત્રી માતા પ્રકૃતિનું સંપૂર્ણ સ્વરૂપ છે ..... આજના પ્રથમ નોરતે તેમને કોટી કોટી વંદન અને સાથે એમની પ્રતિમાને એમના સ્વરૂપને જાળવી રાખવા માટે , ઇકોલોજિકલ સંતુલન જાળવી રાખવા માટે જે વન્યજીવન નાયિકાઓ એ સતત સંઘર્ષ કર્યો એમને પણ યાદ કરીયે જેમાં

1)Oxford Uni. માંથી વાઘ સંરક્ષણમાં PhD કરનારા પ્રથમ ભારતીય મહિલા Dr Latika Nath (Tiger Princess ).

2)Purnima Devi Burman જે ગ્રેટર એડજયુટન્ટ સ્ટોર્કનું રક્ષણ અને બચાવ માટે કામ કરી રહ્યા છે. તેમની પ્રતિબદ્ધતાઓ અને પ્રયત્નો માટે તેમને Royal bank of Scotland દ્વારા `Earth Hero' ની માન્યતા આપવામાં આવી અને યુનાઇટેડ નેશન્સ દ્વારા UNDP India Biodiversity થી સન્માનિત કરવામાં આવ્યા.

૩) 'નદીનો પ્રવાહ એ મારો ધબકાર છે ' Dr Latha Anantha ના શબ્દ જેમણે પોતાનું આખું જીવન ભારતની નદીઓને બંધ અને વણાંકથી મુક્ત અને નિરંકુશ રાખવા માટે સમર્પિત કર્યું .

4) જયારે Amla Ruia ને પરંપરાગત વરસાદી પાણી સંગ્રહ પદ્ધિતિઓ બનાવીને રાજસ્થાન ના 100 ગામોમાં જળ સુરક્ષા નો શ્રેય આપવામાં આવે છે.

આવા ઘણા દેવી અવતારો છે ..... Prerna Singh Bindra, Dr Vanja, Bano Haralu, Sugathakumari, J Vijaya, Vidya Athreya.... and it goes on.

આ નવ દિવસ દેવીને પૂજવાના તો છે જ પણ તેમના સ્વરૂપમાં વિશ્વાસ રાખી તેમના સ્વરૂપથી પ્રેરાય ને ...... આપણે પણ એમનો આધુનિક અવતાર બની ધર્મ અને સંસ્કાર ને સુરક્ષિત રાખીયે.

Happy Navratri




Next Story