Connect Gujarat
ધર્મ દર્શન 

તિથી પ્રમાણે આજે શિલ્પ દેવતા ભગવાન વિશ્વકર્મા જયંતિનો પાવન અવસર...

આજરોજ તિથી પ્રમાણે શિલ્પ દેવતા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિનો પાવન અવસર છે

તિથી પ્રમાણે આજે શિલ્પ દેવતા ભગવાન વિશ્વકર્મા જયંતિનો પાવન અવસર...
X

આજરોજ તિથી પ્રમાણે શિલ્પ દેવતા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિનો પાવન અવસર છે, ત્યારે આજરોજ દિવસભર ઔજાર અને નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા લોકો દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માની વિશેષ પુજા કરવામાં આવે છે.

જોકે, દર વર્ષે 17 સ્પટેમ્બરના રોજ ઔજાર, નિર્માણ કાર્યથી જોડાયેલી મશીન, દુકાન, કારખાના, મોટર ગેરેજ, વર્કશોપ, લેથ યૂનિટ, કુટીર અને લઘુ એકમના લોકો ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા કરે છે. પરંતુ ખરેખર હિન્દુ શાસ્ત્રો અનુસાર, શિલ્પ દેવતા ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિનો પાવન અવસર આજે છે. ઔજાર, નિર્માણ સાથે જોડાયેલી મશીનો, દુકાનો, કારખાનાઓ આદિમાં પૂજન માટે મદ્યાહનથી સૂર્યાસ્ત સુધીનો સમય ઉપયુક્ત છે. સારી વાત એ છે કે, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે. સર્વાર્થ સિદ્ધિ યોગની શરૂઆત વહેલી સવારથી જ શરૂ થઈ જાય છે. આ યોગમાં વિશ્વકર્મા દેવનું પૂજન વિશેષ રૂપથી ફળદાયી રહે છે.

વિશ્વકર્મા પૂજા મુહૂર્ત-વિશ્વકર્મા જયંતિ દિવસ પૂજા બાદ શ્રદ્ધાળુઓની વચ્ચે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ભગવાન વિશ્વકર્મા પહેલાં વાસ્તુકાર અને એન્જિયર છે. તેમણે સ્વર્ગલોક, પુષ્પક વિમાન, દ્વારકાનગરી, યમપુરી અને કુબેરપુરી જેવી પૌરાણિક સ્થળોનું નિર્માણ કર્યું હતું. કહેવાય છે કે, પ્રાચીન કાળમાં જેટલાં પણ સુપ્રસિદ્ધ નગર અને રાજધાનીઓ હતી, તેનું સર્જન ભગવાન વિશ્વકર્માએ જ કર્યું હતું. જે સતયુગમાં સ્વર્ગ લોક, ત્રેતા યુગમાં લંકા, દ્વાપર યુગમાં દ્વારકા અને કળયુગમાં હસ્તિનાપુરનું નિર્માણ ક્યું છે. મહાદેવનું ત્રિશૂળ, શ્રીહરિનું સુદર્શન ચક્ર, હનુમાનજીની ગદા, યમરાજનો કાલદંડ, કર્ણનાં કવચ કુંડળ, શની દેવનું દંડ, કુબેર માટે પુષ્પક વિમાનનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું. તે શિલ્પકળાના એટલાં મોટા જાણકાર હતા કે, તેઓએ તે સમયમાં પુષ્પક વિમાન અને જળ પર ચાલી શકે તેવું ખડાઉ પણ બનાવ્યું હતું.

Next Story