અમદાવાદ : શ્રીજી વિસર્જનની જોવા મળી રંગત, વાજતે-ગાજતે અપાય બાપ્પાને વિદાય

આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જન થઇ રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે પણ ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવી

New Update

આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જન થઇ રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે પણ ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવી. અબીલ ગુલાલ ની છોળો અને ઢોલ નગારાના નાદ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી... શહેરમાં અલગ અલગ 52 કુંડ બનાવવામાં આવ્યા છે તો શહેરમાં અનેક સોસાયટી અને વિસ્તારમાં માટીની મૂર્તિ નું ત્યાં વિસર્જન કરવામાં આવ્યું.. વિસર્જન કરતા પહેલા પૂજા અર્ચના કરવામાં આવી હતી તો ગરબે ઘૂમી ભક્તોએ ધૂમ મચાવી હતી છેલ્લા 10 દિવસથી ગણપતિ બાપ્પા બિરાજમાન હતા.. ડીજે ના તાલે નાના બાળકોથી લઇ મોટેરા પણ સામેલ થયા હતા શહેરની અનેક સોસાયટીઓમાં ત્યાંજ વિસર્જન કરી એક સંદેશ પણ આપ્યો હતો કે બને ત્યાં સુધી નદીઓ ને પ્રદુષણ મુકત રાખો બાપ્પાને વેળાએ આવતા વર્ષે બાપ્પા વહેલા આવે તેવી પ્રાર્થના કરી હતી..