Connect Gujarat
ધર્મ દર્શન 

અંકલેશ્વર : પૌરાણિક રાધાવલ્લભ મંદિરે રાધાઅષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાય...

200 વર્ષ જુના રાધાવલ્લભ મંદિર ખાતે રાધાઅષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર : પૌરાણિક રાધાવલ્લભ મંદિરે રાધાઅષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાય...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના લગભગ 200 વર્ષ જુના રાધાવલ્લભ મંદિર ખાતે રાધાઅષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરના પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિર ખાતે રાધાઅષ્ટમી નિમિત્તે પ્રતિવર્ષ પરંપરાગત જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે.


ત્યારે શનિવારે સાતમના દિવસે અંકલેશ્વર હરીદર્શન સોસાયટી ખાતે આવેલ કમાલી બાબાની વાડી ખાતે પાદુકા પૂજન સહિતની ધાર્મિક વિધિ યોજાય હતી. જે બાદ આજે રવિવારે રાધાઅષ્ટમીના દિવસે વહેલી પરોઢે કેસર સ્નાન સહિતની ધાર્મિક પરંપરા અનુસાર રાધાજીના જન્મોત્સવની ઉજવણી કરાય હતી. આ પ્રસંગે રાધાવલ્લભ મંદિરના જગદીશ લાલજી ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ ભક્તોએ રાધાજીના જન્મની ઉજવણીમાં ભાગ લઈ કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Next Story