અરવલ્લી : ભગવાન શામળિયાને કરાયો સોનાના આભૂષણો, હીરા જડિત મુકુટ સહિત વિશેષ વાઘા સાથેનો શણગાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

New Update

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનને શણગાર, મંગળા આરતી અને કૃષ્ણ જન્મોત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

જન્માષ્ટમીના પાવન પર્વે પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે વહેલ સવારથી જ કૃષ્ણભક્તો ભગવાન શ્રી ક્રુષ્ણના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે, ત્યારે ભગવાન શામળિયાને સોનાના આભૂષણો, હીરા જડિત મુકુટ સહિત વિશેષ વાઘા સાથે શણગાર કરાવવામાં આવ્યો છે. ભગવાન શામળિયાને શોળ શણગાર, મંગળા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જન્માષ્ટમીનો પાવન પર્વ હોવાથી શામળાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, ત્યારે રાત્રે બરાબર 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે કોરોના મહામારીના કારણે પણ મોટા ભાગના કાર્યક્રમો રદ્ કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના દિવસે સાંજના સમયે યોજવામાં આવતા મટકી ફોડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ વર્ષે રદ્દ રાખવામાં આવ્યા છે. તો સાથે જ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોએ પણ સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા જણાવાયુ છે.

Advertisment