Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: રાજપારડીના સારસા માતાજીના મંદિરે પાંચમનો મેળો ભરાયો, માનવ મહેરામણ ઊમટ્યું

ડુંગર પર સારસા માતાજીનો મંદીર આવેલ છે જે પૌરાણિક કથાઓમાંનું એક ગણાય છે.સારસામાતા આ ડુંગર પર બિરાજમાન છે.

ભરૂચ: રાજપારડીના સારસા માતાજીના મંદિરે પાંચમનો મેળો ભરાયો, માનવ મહેરામણ ઊમટ્યું
X

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ડુંગર પર સારસા માતાજીનો મંદીર આવેલ છે જે પૌરાણિક કથાઓમાંનું એક ગણાય છે.સારસામાતા આ ડુંગર પર બિરાજમાન છે.જેમના દશઁન માટે ભક્તો દુરદુરથી આવે છે.છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે સારસામાતાનો મેળો ભરાયો ન હતો.આજે ત્રીજા વષે મેળો ભરાતાં માનવ મહેરામણ ઊમટી પડયું હતું.મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજપારડી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Next Story