Connect Gujarat
ધર્મ દર્શન 

કાલથી શરૂ થનારી છઠ પુજા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધામધુમથી ઉજવાય છે, જાણો તેની પુજા વિધિ અને મહત્વ....

હિન્દુ ધર્મમાં પંચાગના અનુસાર ઉજવાતો સૌથી મોટો તહેવાર છઠની શરૂઆત આવતી કાલ શુક્રવારથી થશે.

કાલથી શરૂ થનારી છઠ પુજા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધામધુમથી ઉજવાય છે, જાણો તેની પુજા વિધિ અને મહત્વ....
X

હિન્દુ ધર્મમાં પંચાગના અનુસાર ઉજવાતો સૌથી મોટો તહેવાર છઠની શરૂઆત આવતી કાલ શુક્રવારથી થશે. આ તહેવાર કારતક માસની શુક્લ પક્ષની છઠના રોજ ઉજ્વવામાં આવે છે. જે સૂર્ય દેવ અને છઠી માતાને સમર્પિત છે. 17 નવેમ્બર ઠી 20 નવેમ્બર સુધી આ છઠ પૂજાનો તહેવાર ઉજવાય છે. પૂજા દરમિયાન મહિલાઓ ઉપવાસ કરે છે.4 દિવસ ચાલતી આ પૂજાની શરૂઆત નહાય-ખાયથી થાય છે.

આ વ્રતનો મહિમા શું છે?

આ પૂજા વ્રત સંતાનના દીર્ઘાયુ, સૌભાગ્ય અને ખુશહાલ જીવન માટે કરાય છે. મહિલાઓ છઠ પૂજામાં 36 કલાકનું નિર્જળા વ્રત રાખે છે

· નહાય -ખાય -- છઠ પૂજાનો પહેલો દિવસ

દિવાળીના ચોથા દિવસે એટલે કે કારતક મહિનાના શુક્લ તીર્થની ચતુર્થી એ નહાય-ખાઈની પરંપરા ઉજવાય છે. આ દિવસે વિશેષ રીત રિવાજોનું પાલન થાય છે. આ વખતે 17 નવેમ્બરે છઠ પૂજાની શરૂઆત થશે. આ દિવસે ઘરની સફાઈ કરીને તેને શુધ્ધ કરાય છે. પછી સ્નાન કરીને શાકાહારી ભોજન ગ્રહણ કરીને વ્રતની શરૂઆત થાય છે. આ સમયે નહાય ખાઈમાં વ્રતી સહિત પરિવારના તમામ સભ્યો ભાત સાથે કોળાનું શાક, મૂળા ખાઈ છે. વ્રતિના ભોજન કર્યા બાદ જ ઘરના અન્ય સભ્યો ભોજન ગ્રહણ કરે છે.

· ખરના -- છઠ પૂજાનો બીજો દિવસ

બીજા દિવસે એટલે કે કારતક મહિનાની પાંચમના દિવસે ભક્તો દિવસ ભર ઉપવાસ રાખે છે. આ દિવસને ખરના કહેવામા આવે છે. આ દિવસે સવારે વ્રતી મહિલાઓ સ્નાન કરીને આખો દિવસ ઉપવાસ કરે છે. બીજા દિવસે સૂર્યને અર્ધ્ય આપવા માટે પ્રસાદ પણ બનાવાય છે. સાંજે પૂજા માટે ગોળની ખીર બનાવાય છે. aઆ પ્રસાદને માટીના નવા ચૂલા પર લાકડામાં પકવવામાં આવે છે.

· ડૂબતાં સૂર્યને અર્ધ્ય -- છઠ પૂજાનો ત્રીજો દિવસ

કારતક શુકલ પક્ષની છઠ પૂજાની તિથિ મુખ્ય ગણાઈ છે. આ દિવસે સાંજના સમયે શ્રધ્ધા સાથે પૂજાની તૈયારી કરાઇ છે. વાંસની ટોકરીમાં અર્ધ્યનો સૂપ ચઢાવાય છે. આ દિવસે વ્રતી મહિલાઓ પરિવાર સાથે સૂર્યને અર્ધ્ય આપે છે. અને તેને સંધ્યા અર્ધ્ય પણ કહેવામા આવે છે.

· ઊગતા સૂર્યને અર્ધ્ય -- છઠ પૂજાનો ચોથો દિવસ

ચોથા દિવસે કારતક શુકલ સપ્તમીએ સવારે ઊગતા સૂર્યને અર્ધ્ય અપાય છે. આ દિવસે સૂર્યોદય પહેલા જ ભક્તો સૂર્યદેવના દર્શન માટે પાણીમાં ઊભા રહે છે અને સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે. અર્ધ્ય બાદ વ્રતી મહિલાઓ પ્રસાદનું સેવન કરે છે વ્રતને પૂર્ણ કરે છે.

Next Story