Connect Gujarat
ધર્મ દર્શન 

બુધવારે કરો ગણપતિની વિશેષ પૂજા, ગરીબીમાંથી મળશે મુક્તિ

હિન્દુ કેલેન્ડેર મુજબ અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે.

બુધવારે કરો ગણપતિની વિશેષ પૂજા, ગરીબીમાંથી મળશે મુક્તિ
X

હિન્દુ કેલેન્ડેર મુજબ અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. એ જ રીતે બુધવારે ગૌરીના પુત્ર ગણેશજીની પૂજા કરવાનો નિયમ છે. ભગવાન ગણપતિને પ્રથમ ઉપાસક અને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે. બુધવારે ઉપવાસ કરીને ગણેશજીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર હંમેશા આશીર્વાદ વરસાવે છે. આ દિવસે સવારે ઉઠીને બધા કામમાંથી નિવૃત્ત થઈને ગણપતિનું ધ્યાન કરો અને પછી વિધિ-વિધાનથી તેમની પૂજા કરો.

બુધવારે ગણપતિની પૂજા કરવાથી વ્યક્તિ પરેશાનીઓ, બીમારીઓ અને ગરીબીમાંથી મુક્તિ મળે છે. તો જાણો ગણેશજીની પૂજા કેવી રીતે કરવી.

ગણેશજીને દુર્વા અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે મંદિર કે ઘરમાં ગણેશજીના ચરણોમાં 11 કે 21 ગાંઠ દુર્વા અર્પણ કરો. આ સાથે દુર્વા અર્પણ કરતી વખતે 'ઈદં દુર્વાદલમ ઓમ ગણપતયે નમઃ' મંત્ર બોલો. તેનાથી તમને સુખ અને સમૃદ્ધિ મળશે.

બુધવારે ગણપતિની પૂજા કરતી વખતે લાલ રંગના ફૂલ ચઢાવો. આમ કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

બુધવારે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાની સાથે ભોગમાં ગોળ અને ઘી ચઢાવો. આ સિવાય સફેદ મોદક ખવડાવવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ગણપતિની કૃપા હંમેશા તમારા પર બની રહે છે.

શમીના પાન ગણપતિની સાથે ભગવાન શનિને પણ ખૂબ પ્રિય છે. બુધવારે શમીના કેટલાક પાન ચઢાવો.

બુધવારે ગણપતિના આ મંત્રોનો જાપ કરવો ઉત્તમ માનવમાં આવે છે.

ऊँ गण गणपतये नमः

एकदंताय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।

ऊँ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।

ऊँ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश।

ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।।

ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।

Next Story