Connect Gujarat
ધર્મ દર્શન 

ગીરસોમનાથ : વેરાવળમાં 350 વર્ષ જૂની પરંપરાથી ઉજવાય છે હોળીનું પર્વ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ગીર સોમનાથના વેરાવળમાં ભોય સમાજ દ્રારા અંદાજે 350 વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથની હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા.

X

ગીર સોમનાથના વેરાવળમાં ભોય સમાજ દ્રારા અંદાજે 350 વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથની હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા.

ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ શહેર માં સમસ્ત ભોઇ સમાજ હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાલ ભૈરવદાદાની 20 ફૂટ ઉંચી વિશાળમુર્તિ બનાવે છે.1 મહિના જેટલા સમયમાં 50 થી વધુ યુવાનો આ મુર્તિ બનાવે છે.ત્યારે વ્યાપારમાં લાભ આપવા તેમજ નિઃસંતાનને સંતાન આપવાની શ્રદ્ધા વધવાની સાથે આ મુર્તિ લોકોના શ્રધ્ધાનુ કેન્દ્ર બની છે. દર વર્ષે ગામે ગામથી હજારો લોકો અહીં સંતાન પ્રાપ્તિ માટે ભૈરવનાથની માનતા માનવા અને માનતા ઉતારવા માટે બાળકો સાથે પહોંચે છે.

Next Story