ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં PM મોદી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે..

પીએમ મોદી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે

New Update

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી સભાને સંબોધિત કરવાની કમાન પ્રધાનમંત્રી મોદીએ સંભાળી છે. સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) તેના ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ ચૂંટણી લડાઈમાં કરવા માટે તૈયાર છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વિધાનસભા ચૂંટણી માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેમની પાર્ટી માટે પ્રચાર કરવાના છે.

ગુજરાતમાં 27 વર્ષથી ચાલી રહેલી ભાજપ સરકાર આ વખતે પણ પાર્ટીને સત્તામાં જાળવી રાખવા માટે તનતોડ મહેનત કરી રહી છે. એટલા માટે પીએમ મોદી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. તેઓ શનિવાર (19 નવેમ્બર)થી ચૂંટણી પ્રચાર શરૂ કરશે.

જાણો PM નરેન્દ્ર મોદીની રેલીનું સંપૂર્ણ શેડ્યૂલ

1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતના દક્ષિણ તરફથી શરૂ થશે.

2. પ્રધાનમંત્રી શનિવારે સાંજે 7:30 વાગ્યે વલસાડમાં જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.

3 PM મોદી બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.

4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધશે.

5 PM મોદી સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં રહેશે.

6. આ પછી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

7. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 3 જાહેરસભાઓને સંબોધશે.

8 PM મોદી રવિવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે.

9 PM મોદી બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં હશે.

10 ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી 30 રેલીઓ અને રોડ શો કરે તેવી શક્યતા છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 30થી વધુ રેલીઓ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું

આ પવિત્ર સ્થાનની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર, રોકડિયા હનુમાનજી, નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે...

New Update

આજે શ્રાવણનો છે પ્રથમ શનિવાર

  • રોકડિયા હનુમાન ખાતે ઉમટ્યા ભક્તો

  • રામધૂનનું કરવામાં આવ્યું આયોજન

  • મંદિરમાં ભક્તોની લાગી ભીડ

  • દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા 

અંકલેશ્વર તાલુકાના નૌગામા અને માંડવા ગામ નજીક આવેલ નાગ તીર્થક્ષેત્ર રોકડીયા હનુમાન મંદિરે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

અંકલેશ્વર તાલુકાના નૌગામાના નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ભક્તો માટે અનેરૂ આસ્થાનું સ્થાનક છે.હાલમાં પવિત્ર શ્રાવણની શરૂઆત થઈ છે.અને આજરોજ શ્રાવણના પ્રથમ શનિવાર હોવાથી ભકતો શ્રી રામ દુત હનુમાનજીની ભક્તિમાં લિન બન્યા છે.

રોકડિયા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી,અને મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું,આ પવિત્ર સ્થાની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર,રોકડિયા હનુમાનજી,નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે.અને આ પાવનકારી તીર્થ સ્થાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.આ અવસર નિમિતે મંદિરમાં ચોવીસ કલાક રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેનો લ્હાવો પણ  ભક્તો લઈ રહ્યા છે.

Latest Stories