Connect Gujarat
ધર્મ દર્શન 

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાની તૈયારીઓ શરૂ, લાઇટિંગ સાથે ચારે કોર જોવા મળશે જળહળાટ...

ગુજરાતમાં અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે, જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે.

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાની તૈયારીઓ શરૂ, લાઇટિંગ સાથે ચારે કોર જોવા મળશે જળહળાટ...
X

ગુજરાતમાં અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે, જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનારા આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજીમાં આ વર્ષે યોજાનારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવશે. જેમાં સૌથી વિશેષ છે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ. આ સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો ઝળહળાટ ઊભો કરવામાં આવશે કે ભક્તોને ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે. અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે ગત વર્ષે 4000 ચો.મી વિસ્તારમાં વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં વધારો કરીને આ વર્ષે 9000 ચો.મી વિસ્તારને સાંકળી આયોજન કરવામાં આવ્યું છે. તેના કારણે વધુ યાત્રાળુઓ આરામ કરી શકશે. ચાર અલગ-અલગ સ્થળોએ બનનારા આ 4 વૉટરપ્રૂફ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકિપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Next Story