Connect Gujarat
ધર્મ દર્શન 

પીએમ મોદીએ કેદારનાથમાં જે ગુફામાં સાધના કરી હતી ત્યાં પ્રવાસીઓનો ઘસારો

મોટી સંખ્યામાં ભક્તો આ ગુફાને જોવા માટે આવવા લાગ્યા છે. ભક્તોની રુચિ જોઈને આ ગુફાનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું

પીએમ મોદીએ કેદારનાથમાં જે ગુફામાં સાધના કરી હતી ત્યાં પ્રવાસીઓનો ઘસારો
X

પીએમ મોદીએ કેદારનાથના જે ગુફામાં આધ્યાત્મિક સાધના કરી હતી, તે ગુફા સહિત અન્ય ત્રણ ગુફાઓમાં ભક્તોને હોટલની સુવિધા મળશે.કેન્દ્રીય પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2019માં પીએમે રુદ્ર ગુફામાં આધ્યાત્મિક અભ્યાસ કર્યા પછી, મોટી સંખ્યામાં ભક્તો આ ગુફાને જોવા માટે આવવા લાગ્યા છે. ભક્તોની રુચિ જોઈને આ ગુફાનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બુકિંગની રાહ વધુ લાંબી થતી જોઈને સરકારે અહીં વધુ ત્રણ ગુફાઓ બનાવવાનું નક્કી કર્યું અને હાલમાં જ ત્રણેયનું બાંધકામ પૂર્ણ થયું છે.

કેન્દ્રીય પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ગુફાનું બુકિંગ આવતા વર્ષથી શરૂ થશે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2020માં કોરોનાને કારણે 25 ભક્તોએ આધ્યાત્મિક સાધના કરી હતી. તે જ સમયે, વર્ષ 2021 માં 95 ભક્તો અહીં પહોંચ્યા હતાં. આવતા વર્ષથી અહીં આવનાર યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. ઓનલાઈન બુકિંગ માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી શ્રદ્ધાળુઓ ઘરે બેઠા બેઠા બુકિંગ કરી શકે. બુકિંગ એક દિવસથી સાત દિવસ સુધી કરી શકાશે રોજનું ભાડું 1500 આસાપાસ અને 180 ટેક્સ આસપાસ રહેશે.ચાર ગુફાઓ મંદાકિની નદી કિનારે બાંધવામાં આવ્યા છે. હેલિપેડથી ગુફા સુધી જવા માટે મંદાકિની નદી પર પુલ બનાવવામાં આવ્યો છે. તમામ ગુફા કેદારનાથ લગભગ એક થી દોઢ કિલોમીટરના અંતરે આવેલી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુફામાં શિયાળાથી બચવા માટે હીટરની સાથે પથારી પણ આપવામાં આવશે.

Next Story