હિન્દુ ધર્મમાં માથે શિખા કેમ રખાય છે ?

ધર્મ દર્શન | Featured | સમાચા આપણાં હિન્દુ ધર્મમાં તમામ પરંપરા હોય કે માન્યતા સૌનું મહત્વ છે. અને ઋષિ મુનીઓના સમયની સાથે શિખા રાખવાની પરંપરા છે. હાલ પણ બ્રાહમણ સમાજમાં માથે શિખા રાખવાની પરંપરા કાર્યરત છે.

New Update
શિખા

હિન્દુ ધર્મમાં માથે શિખા કેમ રખાય છે ? 

આપણાં હિન્દુ ધર્મમાં તમામ પરંપરા હોય કે માન્યતા સૌનું મહત્વ છે. અને ઋષિ મુનીઓના સમયની સાથે શિખા રાખવાની પરંપરા છે. હાલ પણ બ્રાહમણ સમાજમાં માથે શિખા રાખવાની પરંપરા કાર્યરત છે.

 હિન્દુ ધર્મમાં મસ્તક પર તિલક કરવાનો, હાથમાં નાળાછડી બાંધવાની સાથે માથે ચોટલી રાખવાની પરંપરા છે. હિંદુ ધર્મની તમામ માન્યતા અને પરંપરાનુ વિશેષ મહત્ત્વ રહેલું છે. ધાર્મિક માન્યતા અનુસાર હિંદુ ધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી 16 સંસ્કાર વિશે જણાવવામાં આવ્યું છે.

 આ 16 સંસ્કારમાં મુંડન સંસ્કાર પણ હોય છે. મુંડન સંસ્કાર દરમિયાન બાળકોના માથા પર થોડા વાળ રાખવામાં આવે છે. હિંદુ ધર્મમાં ચોટી રાખવી ખૂબ જ જરૂરી છે. શિખાનો આકાર ગાયના ખુરના આકાર જેવો હોવો જોઈએ. રાહુ અને કેતુની અશુભ અસર પડે તો શિખા રાખવાથી લાભ થાય છે.

વિજ્ઞાન અનુસાર જે જગ્યા પર શિખા રાખવામાં આવે છે, તે સ્થાન પર મનુષ્યના દિમાગનું કેન્દ્ર હોય છે. માનવામાં આવે છે કે, આ સ્થાન પરથી વ્યક્તિની શરીરના અંગ, બુદ્ધિ અને મન નિયંત્રિત થાય છે.

 જેથી આ સ્થાન પર શિખા હોય તો સહસ્ત્રાર ચક્ર જાગૃત થાય છે. ઉપરાંત શરીરના અંગો, બુદ્ધિ અને મન યોગ્ય પ્રકારે નિયંત્રિત રહે છે.

Latest Stories