35 દિવસના વેકેશન બાદ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓથી ગુંજી ઉઠશે, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો ફરી એકવાર શરૂ થઈ ગઈ છે.

આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર રાજ્યની તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષ શિક્ષણ જગત માટે મુશ્કેલી રૂપ રહ્યા છે, ત્યારે બે વર્ષ બાદ સમયસર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે.35 દિવસના વેકેશન બાદ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓથી ગુંજી ઉઠશે, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
નવા વર્ષના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા વિશેષ તૈયારી કરાઈ છે. કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ સતત મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષની શરૂઆત ઓફલાઈન એજ્યુકેશન સાથે થતા વાલીઓ માટે પણ રાહતના સમાચાર છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત એ પણ છે કે રાજ્યમા ગરમીનુ પ્રમાણ ઘટયુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થતા વાદળછાયા વાતાવરણ અને હવામાં ઠંડક સાથે ગરમી ઓછી થઈ છે. જો કે બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સ્કૂલો શરૂ થતા વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવામાં થોડો સંકોચ પણ અનુભવશે.આજે શિક્ષણકાર્ય શરૂ થયું છે, ત્યારે રાજ્યની 55 હજારથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો અસહ્ય ગરમી અને વેકેશનની મજા માણ્યા બાદ સ્કૂલોમાં પહોંચ્યા છે. સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી 2022-23ના વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયુ નથી. આ શૈક્ષણિક વર્ષ સીબીએસઈ પેટર્ન મુજબ માર્ચ અંત સુધીનું રહેશે કે પહેલાની જેમ એપ્રિલ અંત સુધીનું રહેશે તે હજુ નક્કી નથી બોર્ડની નવી શિક્ષણ સમિતિ ગુજરાત બોર્ડની સ્કૂલોની શૈક્ષણિક પેટર્ન-દિવસો અને કેલેન્ડર નક્કી કરશે.કોરોનાના કારણે પાછલા બે વર્ષ શિક્ષણ જગત માટે મુશ્કેલીરૂપ રહ્યા છે ત્યારે હવે નવા સત્રથી સ્કૂલો ધમધમી ઉઠી છે. છેલ્લા બે વર્ષથી શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ ચાલી શક્યું નથી. ઓનલાઇન અને ઓફલાઈન શિક્ષણ સાથે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા ત્યારે આ વર્ષે સમયસર નવું શૈક્ષણિક સત્ર શરૂ થયુ છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT