Connect Gujarat
શિક્ષણ

બોર્ડ પરીક્ષા : બુટ મોજા કે ચપ્પલ પહેરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ નહીં,જાણી લેજો નિયમો.

કોરોનાના બે વર્ષ બાદ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે જેથી પરીક્ષાનું આયોજન સુપેરે પાર પડે અને કોઈ ગેર વ્યવસ્થા ન સર્જાય તે માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

બોર્ડ પરીક્ષા : બુટ મોજા કે ચપ્પલ પહેરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ નહીં,જાણી લેજો નિયમો.
X

કોરોનાના બે વર્ષ બાદ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે જેથી પરીક્ષાનું આયોજન સુપેરે પાર પડે અને કોઈ ગેર વ્યવસ્થા ન સર્જાય તે માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે નિયમો અમદાવાદ શહેર અને ગ્રામ્ય શિક્ષણાધિકારી કચેરી દ્વારા જાહેર કર્યા છે. જેના પર નજર કરીએ તો પરીક્ષા સ્થળોની આજુબાજુ 144ની કલમ મુજબ પોલીસ કમિશનરના કાર્યાલયથી પ્રતિબંધાત્મક હુકમનું પાલન કરવાનું નક્કી કરાયું છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પરીક્ષાને આડે હવે માત્ર એક દિવસ જ રહયો છે. પરંતુ પરીક્ષામાં કોઈ ગરબડ ન થાય, કોઈ ગેરરીતિ ન થાય અને કોઈ આ વ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્રની મહેનત મહિનાઓની છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા કેટલાક નિયમો શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેમનો જ એક નિયમ છે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા વર્ગખંડ બહાર કરવામાં આવશે અને બૂટ , ચપ્પલ મોજા બ્લોક બહાર રાખવામાં આવશે.કોરોનાનાં બે વર્ષ બાદ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે જેથી પરીક્ષાનું આયોજન સુપેરે પાર પડે અને કોઈ ગેર વ્યવસ્થા ન સર્જાય તે માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

બોર્ડ પરીક્ષા : બુટ મોજા કે ચપ્પલ પહેરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ નહીં,જાણી લેજો નિયમો..

જે નિયમો અમદાવાદ શહેર અને ગ્રામ્ય શિક્ષણાધિકારી કચેરી દ્વારા જાહેર કરાયા છે. જેના પર નજર કરીએ તો પરીક્ષા સ્થળોની આજુબાજુ 144ની કલમ મુજબ પોલીસ કમિશનરના કાર્યાલયથી પ્રતિબંધાત્મક હુકમનું પાલન કરવાનું નક્કી કરાયું છે.પરીક્ષા સ્થળે પશ્ચાતાપ પેટી રખાશે તેમજ 144 નું હુકમનામું જાહેરમાં પ્રદર્શિત કરાશે. પરીક્ષા કેન્દ્ર પર મુલાકાત રજિસ્ટર નિભાવવામાં આવશે. જે તે વિષયના વિષય શિક્ષકો જે તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુકત રાખવામાં આવશે. ગેરરીતિના કિસ્સામાં નિયમ પ્રમાણે કાર્યવાહી પૂર્ણ ન કરનાર કર્મચારી, અધિકારી કસૂરવાર ગણાશે. પરીક્ષા સ્થળોની આજુબાજુ આવેલા ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય દરમિયાન બંધ રાખવામાં આવશે.

Next Story