બોર્ડની પરીક્ષામાં આખા ભારતમાં થશે ઐતિહાસિક બદલાવ, વાંચો કેન્દ્ર સરકાર શું વિચારી રહી છે

દેશમાં હવે NEET, JEE, CUT પછી હવે બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારત સરકાર તેની તૈયારીઓમાં લાગેલી છે.

New Update

દેશમાં હવે NEET, JEE, CUT પછી હવે બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારત સરકાર તેની તૈયારીઓમાં લાગેલી છે. આ માટે નવી પરીક્ષા નિયમનકારી સંસ્થા પરખની રચના કરવામાં આવી છે.આ કરવા પાછળ કેન્દ્ર સરકારનો એક જ ઉદ્દેશ્ય છે- સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષામાં એકરૂપતા લાવવાનો. ધોરણ 10 અને ધોરણ 12 ના સ્તરે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે એક સમાન માળખું બનાવવું. હાલમાં CBSE અને ICSE સિવાય દેશના વિવિધ રાજ્યોમાં રાજ્ય બોર્ડની પરીક્ષાનું સ્તર અલગ-અલગ છે. આનાથી બાળકોના સ્કોરમાં પણ મોટો ફરક પડે છે,

જેના કારણે તેમનું મૂલ્યાંકન સમાન સ્તરે થતું નથી.બોર્ડની પરીક્ષાઓને એકસમાન બનાવવાની કેન્દ્રની યોજના પર કામ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહ્યું છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ રાજ્યોની સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT) સાથે ઘણી બેઠક યોજી છે. આ બેઠકોના પરિણામ એક નવી પરીક્ષા નિયમનકારી સંસ્થા PARAKHની રચના કરવામાં આવી છે એટલે સર્વગ્રાહી વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ (પર્ફોમન્સ એસેસમેન્ટ, રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટીક ડેવલોપમેન્ટ) આ સંસ્થા NCERTના એક ભાગ તરીકે કામ કરશે. નેશનલ એચિવમેન્ટ સર્વે એટલે કે NAS અને રાજ્ય સિદ્ધિ સર્વે SAS હાથ ધરવાની જવાબદારી પણ ચકાસવી પડશે. પારખ એ શિક્ષણ પર રાષ્ટ્રીય નીતિ (NEP) નો પણ એક ભાગ છે.

Latest Stories