Connect Gujarat
શિક્ષણ

રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થતા GPSCની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે GPSC ના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે

રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થતા GPSCની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય
X

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તેની સીધી અસર રાજ્યમાં યોજાતી પરીક્ષા પર પડી છે.19 ડિસેમ્બર ના રોજ યોજાનાર GPSCની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. 19 ડિસેમ્બર મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી થવાની છે ત્યારે GPSCની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે GPSC ના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, આગામી 19થી 26 ડિસેમ્બર દરમિયાન યોજાનારી GPSCની પરીક્ષાઓ ગ્રામપંચાયતની ચૂંટણીને લીધે થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે।

આ પરીક્ષા આગામી 22 જાન્યુઆરી 2022 સુધી મુલતવી રહેશે GPSC દ્વારા હાલ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક(અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યા તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે

Next Story