Connect Gujarat
શિક્ષણ

નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિને એક વર્ષ પુર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ- શિક્ષકોને સંબોધિત કર્યા

નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિને એક વર્ષ પુર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ- શિક્ષકોને સંબોધિત કર્યા
X

દેશમાં તારીખ 29મી જુલાઇ 2020ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ અમલમાં મુકવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નિતિ અમલમાં આવ્યાંને એક વર્ષ પુર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધિત કર્યા હતાં.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આજે એક વર્ષ પુર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, છેલ્લાં એક વર્ષમાં દેશના તમામલ લોકો, શિક્ષકો, પ્રિન્સિપાલ અને નીતિકારોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળ કરવા માટે ઘણી મહેનત કરી છે. કોરોના કાળમાં પણ લાખો નાગરિકો પાસેથી શિક્ષકો, રાજ્યો પાસેથ સૂચનો લઈને, ટાસ્ક ફોર્સ બનાવીને શિક્ષણ નીતિને લાગુ કરવામાં આવી રહી છે.એક વર્ષમાં શિક્ષણ નીતિને આધાર બનાવીને અનેક મોટા નિર્ણય લેવાયા છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યુ હતું કે, આપણે કેટલા આગળ જઇશુ, કેટલા ઉપર જઇશુ, આ એ વાત પર નક્કી થશે કે આપણે આપણા યુવાઓને કેવી શિક્ષા આપી રહ્યા છે, કેવી દિશા આપી રહ્યા છે.કોરોનાકાળમાં આપણી શિક્ષણ વ્યવસ્થાની સામે ઘણા પડકારો અને બદલાવ ઊભા થયા પરંતુ વિદ્યાર્થીઓએ ઝડપથી આ બદલાવને એડોપ્ટ કરી લીધા છે.

21મી સદીના આજના યુવાનો તેમની વ્યવસ્થા અને દુનિયા તેમના પ્રમાણે બનાવવા માંગે છે. તેમને જૂના બંધનો અને પિંજરામાંથી મુક્તિ જોઈએ છે. આજે નાના-નાના ગામડાઓમાંથી આવેલા યુવાઓ કેવી કમાલ કરી રહ્યા છે. તે ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા યુવાનો ઓલિમ્પિકમાં દેશનું નામ ઉંચુ લાવી રહ્યા છે. ભારતને નવી ઓળખ અપાવી રહ્યા છે. કરોડો યુવાનો અલગ અલગ ક્ષેત્રે અસાધારણ કામ કરી રહ્યા છે.નવી વ્યવસ્થામાં એક જ ક્લાસમાં અને એક જ વિષયમાં જકડાઈ રહેવાના પ્રતિબંધોને પણ ખતમ કરી દેવામાં આવશે. યુવાનો તેમની ઈચ્છા, સુવિધા પ્રમાણે ક્યારેય પણ કોઈ એક સ્ટ્રીમમાં જોડાશે અને ઈચ્છા પડશે ત્યારે એ સ્ટ્રીમ છોડી પણ શકશે. આ ઉપરાંત હવે આપણા દેશની યુનિવર્સીટીઓ જ ઉચ્ચકક્ષાનું શિક્ષણ પુરૂ પાડી રહી છે.

Next Story