Connect Gujarat
શિક્ષણ

દેશના તમામ રાજ્યોને 31મી જુલાઈ સુધી ધો.-12ની માર્કશીટ તૈયાર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

દેશના તમામ રાજ્યોને 31મી જુલાઈ સુધી ધો.-12ની માર્કશીટ તૈયાર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
X

ધોરણ-12માં અભ્યાસના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે, 10 દિવસમાં ધોરણ-12ની મુલ્યાંક પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આ સાથે 31મી જુલાઇ સુધીમાં રિઝલ્ટ જાહેર કરવા પણ આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. જેને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. તેમજ તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે તેમના પરિણામને લઈને સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.

અત્યાર સુધી 21 રાજ્યોએ બોર્ડની પરીક્ષા રદ કરી છે અને 6 રાજ્યોએ 12ની બોર્ડની પરીક્ષા લીધી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે અગાઉ તે રાજ્યોને નોટિસ ફટકારી હતી જેમણે હજી સુધી તેમની બોર્ડની પરીક્ષા રદ કરી નથી.

બિહાર રાજ્ય દ્વારા 26 માર્ચ 2021માં જ 12મી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. તાજેતરમાં જ 12મા ચકાસણીનું પરિણામ જાહેર કરાયું હતું. 12મી ચકાસણી પરીક્ષા ફેબ્રુઆરી 2021માં લેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ તેમના બીએસઈબી 12મા પરિણામથી અસંતુષ્ટ હતા, તેઓએ સત્તાવાર સાઇટ પર ચકાસણી પરીક્ષા માટે અરજી કરી હતી.

Next Story