Connect Gujarat
શિક્ષણ

વડોદરા : રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડેસર ITIનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું નિર્માણ થતાં યુવાનોને તેમના કૌશલ્યને વિકાસવવા માટે વિશેષ તકો સાંપડશે.

વડોદરા : રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડેસર ITIનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...
X

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસ અભિગમને સાર્થક કરતી આઈટીઆઈ ડેસરને જન કલ્યાણ અર્થે ખૂલ્લું મૂક્યું હતું. મંત્રી તથા મહાનુભાવોએ તકતી અનાવરણ કર્યું હતું. દીપ પ્રાગટ્ય કરી મંત્રીશ્રીએ કહ્યુ કે, લોકાભિમુખ વહીવટના અભિગમથી રાજય સરકારે વિવિધ વિકાસ કાર્યો કર્યા. સાવલી-ડેસર વિસ્તારમાં રુ. ૨,૪૦૦ કરોડના વિકાસ કાર્યો થયા છે.

રાજયમાં ૧,૭૦૦ જેટલા નવા ઇન્સ્ટ્રકટરની ભરતી કરવામાં આવી અને ૧,૨૦૦ જેટલા ઇન્સ્ટ્રકટરને દિવ્યાંગ, પતિ-પત્ની અને વતનનો લાભ આપી બદલી કરવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યુ કે, રુ. ૭.૦૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ આઈ ટી આઈ ડેસર ખાતે ૯ વર્કશોપ, ૮ થિયરી રુમ અને અન્ય ૬ વહીવટી રુમ સહિતની આધુનિક સગવડ વિવિધ સાત ટ્રેડના તાલીમાર્થીઓ અને આઈટીઆઈના હાલ તાલીમ મેળવી રહેલા ૩૧૨ તાલીમાર્થીઓ અને અધિકારી-કર્મચારીઓને ઉપયોગી બનશે. આધુનિક સગવડ ધરાવતા આ મકાનના નિર્માણ થકી તાલીમાર્થીઓના કૌશલ્યને વિકસાવવાની તક મળી રહેશે.

જ્ઞાન અને કૌશલ્યને પ્રતિપાદિત કરવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો. સાસંદ રંજન ભટ્ટે યુવાનોના કૌશલ્યને યોગ્ય દિશા મળી રહે તે માટે રાજય સરકારના વિકાસ કાર્યો ઉપયોગી નીવડશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું નિર્માણ થતાં યુવાનોને તેમના કૌશલ્યને વિકાસવવા માટે વિશેષ તકો સાંપડશે. ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યુ કે, આઇટીઆઇ સંકુલના નિર્માણથી કૌશલ્ય નિર્માણની તકોના દ્વાર ખૂલશે. યુવાનોને શૈક્ષણિક, રોજગારી અને પારિવારિક રીતે મદદરુપ બનશે. કાર્યક્રમમાં કલેકટર અતુલ ગોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપ્તિ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ નીરુ વસાવા, રોજગાર, આઇટીઆઇના અધિકારી-કર્મચારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, તાલીમાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃત્તિઓ દર્શાવતું મોડેલ પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. પ્રાદેશિક કચેરી નાયબ નિયામકશ્રી પટેલે સ્વાગત પ્રવચન અને આભાર વિધિ આચાર્ય શ્રી મકવાણાએ કરી હતી.

Next Story