Connect Gujarat
મનોરંજન 

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન શિમરી ડ્રેસમાં જોવા મળ્યો, કંગના રનૌતે આ તસવીર શૅર કરી...

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે, જેમાં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન શિમરી ડ્રેસમાં જોવા મળે છે

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન શિમરી ડ્રેસમાં જોવા મળ્યો, કંગના રનૌતે આ તસવીર શૅર કરી...
X

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે, જેમાં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન શિમરી ડ્રેસમાં જોવા મળે છે. આ તસવીર ફિલ્મ 'ટિકુ વેડ્સ શેરુ'ની છે.

બોલીવુડ નવાઝુદ્દીન ગોલ્ડન ગાઉન સાથે મેચિંગ ગ્લોવ્સ તથા ક્રાઉનમાં જોવા મળે છે. એક્ટર સ્ટેજ પર બીજા 2 વ્યક્તિઓ સાથે જોવા મળે છે. આ બન્ને વ્યક્તિઓએ ટોપ તથા સ્કર્ટ પહેર્યું હોય છે. અન્ય એક તસવીરમાં નવાઝ ડાન્સની તૈયારી કરતો જોવા મળે છે. ફિલ્મના મહત્વના એક સીન માટે આ લુક તૈયાર કરવામાં આવ્યો છે. નવાઝને તૈયાર થવામાં 4 કલાકનો સમય લાગ્યો હતો. આ ફિલ્મ કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ હેઠળ બનાવવામાં આવી રહી છે

અને આ ફિલ્મને સાઈ કબીર ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. જોકે, કંગનાએ આ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'સો હોટ..' અન્ય એક તસવીરમાં તેણે કહ્યું હતું, 'બિજલી ગિરાને મૈં હૂ આઈ..' ઉલ્લેખનીય છે કે, 'મિસ્ટર ઇન્ડિયા'ના ગીત 'હવા હવાઈ..'ની આ લાઇન છે. નવાઝનો લુક પણ શ્રીદેવી જેવો મળતો આવે છે. સાથે જ આ ગીત સ્વર્ગીય શ્રીદેવી પર શૂટ કરવામાં આવ્યું હતું.

Next Story