Connect Gujarat
મનોરંજન 

એરટેલની વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ લોન્ચ,જાણો શું હશે ખાસ..?

એરટેલે ગુરુવારે ભારતમાં તેની વિડિયો સ્ટ્રીમિંગ સેવા એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ લોન્ચ કરી છે.

એરટેલની વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ લોન્ચ,જાણો શું હશે ખાસ..?
X

એરટેલે ગુરુવારે ભારતમાં તેની વિડિયો સ્ટ્રીમિંગ સેવા એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ લોન્ચ કરી છે. એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ 15 લોકપ્રિય વિડિયો એપ્સનું એક સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે. મતલબ કે આ 15 એપ્સને અલગથી રિચાર્જ કરવાની જરૂર નહીં પડે.

એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ સાથે સ્પર્ધા કરે તેવું માનવામાં આવે છે. એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમનો માસિક રિચાર્જ પ્લાન 149 રૂપિયા છે. જ્યારે વાર્ષિક રિચાર્જ પ્લાન 1499 રૂપિયામાં આવે છે. એરટેલની નવી વિડિયો સેવામાં, સામગ્રી સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ હશે. આ માટે એરટેલે Eros Now, Sony Liv, Lionsgate જેવી વિડિયો એપ્સ સાથે ભાગીદારી કરી છે. આ સેવામાં 10,500 થી વધુ મૂવીઝ અને શો અને લાઈવ ચેનલો ઉપલબ્ધ રહેશે.

એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ સેવા ટીવી તેમજ મોબાઈલ એપ, ટેબ્લેટ અને લેપટોપ અને સેટઅપ બોક્સ પર માણી શકાય છે. વપરાશકર્તાઓ ફક્ત QR કોડ સ્કેન કરીને એરટેલ એક્સ્ટ્રીમ એપ ડાઉનલોડ કરી શકશે. ઉપરાંત, તેને ટીવી પર ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. આ ઉપરાંત, તમે એરટેલ ડીટીએસ કેબલ ટીવી પર એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમનો આનંદ માણી શકશો.

Next Story