અક્ષય કુમારના માતા અરૂણા ભાટિયાનું નિધન,એકટરે શેર કરી ઇમોશનલ પોસ્ટ

આજે સવારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતાનું અરુણા ભાટિયાનું મૃત્યુ થયું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શૅર કરીને આ વાતની જાણકારી આપી

New Update

આજે સવારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતાનું અરુણા ભાટિયાનું મૃત્યુ થયું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શૅર કરીને આ વાતની જાણકારી આપી. આવતીકાલ એટલે કે 9 સપ્ટેમ્બરે અક્ષય કુમારનો જન્મદિવસ છે, એના એક દિવસ પહેલાં તેની માતાનું અવસાન થયું. અક્ષયે પોસ્ટમાં લખ્યું, 'તેઓ મારો મહત્ત્વનો ભાગ હતાં. તેમની વિદાયથી આજે મને અવર્ણીય દુઃખ થઇ રહ્યું છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ચાલ્યાં ગયાં. હું તમારી પ્રાર્થનાઓનું સન્માન કરું છું. હાલ હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે.



ઓમ શાંતિ.' લંડનથી પરત આવ્યાના બીજા દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ અક્ષય કુમારે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે હાલનો સમય મુશ્કેલ હોવાનું ગણાવ્યું હતું અને મમ્મી જલદી સાજા થાય એ માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. આ ઉપરાંત અક્ષય કુમારે ચાહકો તથા શુભેચ્છકોએ ચિંતા પ્રગટ કરી એ માટે આભાર માન્યો હતો.

#mother #Akshay Kumar #Mumbai #passes away #Aruna Bhatia #actor shares emotional post
Latest Stories