Connect Gujarat
મનોરંજન 

ભરૂચ:દેરોલ ગામે નિકુંજ ચૌહાણ દ્વારા લેખિત અને નિર્દશક કરેલ એન્ગ્રી ટોમેટો નામની શોર્ટ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરાયું

ભરૂચ જિલ્લાના દેરોલ ગામમાં હિન્દી ભાષામાં એન્ગ્રી ટોમેટો નામની શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જે ફિલ્મને નિકુંજ ચૌહાણ દ્વારા લખવામાં આવી છે

ભરૂચ:દેરોલ ગામે નિકુંજ ચૌહાણ દ્વારા લેખિત અને નિર્દશક કરેલ એન્ગ્રી ટોમેટો નામની શોર્ટ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરાયું
X

મનોરંજન ક્ષેત્રે શોર્ટ ફિલ્મનું મહત્વ ખૂબ જ વધારે હોય છે ઓછા સમયમાં લોકો માટે એક સંદેશ આપતી અને તેમાં દરેક વસ્તુને આવરી લેવામાં આવે તે શોર્ટ ફિલ્મ.બોલીવુડ,હોલીવુડના ઘણા દિગ્ગજ નિર્દેશકો પોતાની કારકિર્દીની શરૂઆત શોર્ટ ફિલ્મથી કરતા હોય છે. શોર્ટ ફિલ્મનો મુખ્ય હેતુ ઓછા સમયમાં એક સારો સંદેશ અને ફિલ્મ બનાવવાના તમામ પાસામાં દરેક કલાકારોની પ્રતિભા બહાર આવી શકાય છે. શોર્ટ ફિલ્મ લેખક તેમજ નિર્દેશક માટે ખૂબ જ પડકાર જનક હોય છે કેમકે ટૂંકી વાર્તાને લોકો સુધી પહોંચાડવી ખૂબ જ કઠિન બાબત છે.


સિનેમા ઈતિહાસમાં ઘણી શોર્ટ ફિલ્મ્સ ને ફુલ લેન્થ બનાવવા માટે મોટા મોટા નિર્માતાઓ રસ લેતા હોય છે જેના ઘણા ઉદાહરણ આપણે જોયા છે. ત્યારે ભરૂચ જિલ્લાના દેરોલ ગામમાં હિન્દી ભાષામાં એન્ગ્રી ટોમેટો નામની શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જે ફિલ્મને નિકુંજ ચૌહાણ દ્વારા લખવામાં આવી છે તેમજ તેઓએ નિર્દેશક અને નિર્માતા તરીકેની ભૂમિકા ભજવી છે. તો રોનક ચૌહાણ અને નિકુંજ ચૌહાણ દ્વારા ફિલ્મના સિનેમેટોગ્રાફી ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળવામાં આવી હતી. આ શોર્ટ ફિલ્મમાં પુજા પટેલ, સ્વરનજલી પટેલ, નયીમ મલિક, અરવિંદ પરમાર અને પાર્થ નાયરે મુખ્ય ભૂમિકા ભજવી છે હિન્દી ભાષામાં બની રહેલ આ શોર્ટ ફિલ્મ એન્ગ્રી ટોમેટો આવનારા સપ્ટેમ્બર માસમાં અતરંગી સિનેમા નામની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ થશે.

Next Story