Connect Gujarat
મનોરંજન 

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું વધ્યું ગૌરવ, 21મું ટિફિન ફીલ્મનું યોજાયું સ્ક્રિનિંગ

વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ આ વર્ષે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સિલેક્ટ થનારી એક માત્ર ગુજરાતી ફિલ્મ છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું વધ્યું ગૌરવ, 21મું ટિફિન ફીલ્મનું યોજાયું સ્ક્રિનિંગ
X

1952થી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) કાર્યરત છે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવે છે અને ગોવા ખાતે એનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ અને એવોર્ડ સેરેમની યોજવામાં આવે છે. અહીં ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત ભારતની દરેક ભાષામાંથી જે તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરીને આ ફેસ્ટિવલમાં વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો સાથે રીપ્રેઝન્ટ કરવામાં આવે છે.

ગુજરાતી ફિલ્મોનો ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા સાથે બહુ જૂનો નાતો છે. અગાઉ ૧૯૮૦માં ફિલ્મ 'ભવની ભવાઈ' અને ૧૯૯૨માં 'હું હુંશી હુંશીલાલ' ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સિલેક્ટ થઈ ચૂકી છે. ૨૦૨૧ માં ગુજરાતી ફિલ્મ '૨૧મું ટિફિન' સિલેક્ટ થઈ છે. વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસની ફિલ્મ '૨૧મું ટિફિન' આ વર્ષે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સિલેક્ટ થનારી એક માત્ર ગુજરાતી ફિલ્મ છે. વર્ષ ૨૦૨૦માં નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'નું શો કેઝ તરીકે ઓપનીંગ સેરેમનીમાં ખાસ સ્ક્રીનીંગ ગોઠવાયું હતું. નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની ટુંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ '૨૧મું ટિફિન' અગાઉ પણ અનેક એવોર્ડ મેળવી ચુકી છે અને તેનું સ્ક્રિનિંગ પણ યોજાયું છે.

પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા નિર્મિત આ ફિલ્મમાં નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં મેહુલ સુરતીનું સંગીત છે અને પાર્થ તારપરા લિખિત ગીતને સ્વર આપ્યો છે ભારતીય સિનેમાના જાણીતા પ્લેબેક સિંગર મહાલક્ષ્મી ઐયરે.ટિફિન સર્વિસનો બિઝનેસ ચલાવતી એક મહિલા તેના 21મા ગ્રાહકને મળે છે. જે બધું બદલી નાખે છે. તેના સંઘર્ષો છતાં, સ્ત્રી તેના અવરોધો પર વિજય મેળવે છે. તમામ જરૂરી પ્રોટોકોલને અનુસરીને, દિગ્દર્શક અને નિર્માતા વિજયગીરી બાવા રોગચાળાની મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન માત્ર સાત દિવસમાં ફિલ્મ બનાવવામાં સફળ થયા છે.ડિરેક્ટર વિજયગીરી બાવાની ફિલ્મ '૨૧મું ટિફિન' ડિસેમ્બર ૨૦૨૧માં દર્શકો સુધી પહોંચશે.

Next Story