Connect Gujarat
મનોરંજન 

જેકલીન ફર્નાન્ડીઝની EDએ કરોડોની સંપત્તિ કરી જપ્ત, સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ સાથે સંકડાયેલ છે મામલો

ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની 7.27 કરોડની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે.આ મામલો સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે.

જેકલીન ફર્નાન્ડીઝની EDએ કરોડોની સંપત્તિ કરી જપ્ત, સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ સાથે સંકડાયેલ છે મામલો
X

ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની 7.27 કરોડની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે.આ મામલો સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે.આ પહેલા સુકેશ ચંદ્રશેખર કેસમાં ED સતત જેકલીન ફર્નાન્ડિસની પૂછપરછ કરી રહી છે. હવે આ કેસમાં કાર્યવાહી કરતા EDએ જેકલીન ફર્નાન્ડીઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખરના અફેરના અહેવાલો પણ સામે આવ્યા હતા જેને જેકલીન ફર્નાન્ડિઝે નકારી કાઢ્યા હતા.

ચંદ્રશેખર જેકલીન ફર્નાન્ડિઝને મોંઘીદાટ ભેટો આપતો હતો. ઘણી અંગત તસવીરો હતી. બંને પણ લીક થયા હતા. જેક્લીન ફર્નાન્ડિઝને સુકેશ ચંદ્રશેખરે મોંઘી ભેટ આપી હતી.જેમાં 56 લાખનો ઘોડો અને 36 લાખની કિંમતની ચાર બિલાડીઓનો સમાવેશ થાય છે.જેકલીન ફર્નાન્ડિસે સુકેશ ચંદ્રશેખરે આપેલી મોંઘી ભેટ EDને પરત કરવાની વાત પણ કરી હતી.7.27 કરોડની પ્રોપર્ટી એટેચ કરવામાં આવી છે. જેકલીન ફર્નાન્ડીઝ સિવાય સુકેશ ચંદ્રશેખરે અન્ય ઘણી અભિનેત્રીઓને પણ મોંઘી ગિફ્ટ આપી છે.જેમાં નોરા ફતેહીનું નામ પણ સામેલ છે.નોરાની પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.

Next Story