Connect Gujarat
મનોરંજન 

આજે આર્યન ખાનની જામીન અરજી પર ચુકાદો, જામીન મળશે કે જેલ ?

આજે આર્યન ખાનની જામીન અરજી પર ચુકાદો, જામીન મળશે કે જેલ ?
X

NCB એ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની અટકાયત કરી હતી ત્યારબાદ બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.ત્યારથી આર્યન ખાન લૉકઅપમાં છે.8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટમાં 13-14 ઓક્ટોબરના રોજ જામીન અરજી પર સુનાવણી થઈ હતી.14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે 20 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. આજે આર્યન ખાનની જામીન અરજી પર જજ વીવી પાટિલ ચુકાદો આપશે.

NCB વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે આર્યનની વ્હોટસએપ ચેટમાં ચોક્કસ શું છે, તે આર્યનના વકીલ અમિત દેસાઈને ખબર નથી, પરંતુ તેમને અને કોર્ટને જ માહિતી છે. દેસાઈએ દલીલ કરી હતી કે આર્યનની બાબતમાં તપાસમાં અનેક ત્રુટિઓ છે. તેની વિરુદ્ધ નક્કર બતાવવા જેવું કશું જ નથી. આથી તેને જામીન મળવા જોઈએ. ભલે તેની પર કઠોર શરતો લાગુ કરવામાં આવે. આર્યનનો આંતરરાષ્ટ્રીય ત્સકરી સાથે સંબંધ હોવાનું NCB કહે છે, જે શક્યતા બિલકુલ નથી. ચેટમાં રેવ પાર્ટીનો ક્યાંય ઉલ્લેખ નથી. આર્યન અનેક વર્ષ વિદેશમાં હતો. અન્યોનો આ પ્રકરણમાં શું સંબંધ છે, તેની તેમને જાણ નથી, પરંતુ આર્યનનો કાવતરા સાથે સંબંધ નથી. આથી NCB ભલે તપાસ ચાલુ રાખે, પરંતુ કોર્ટે જામીન અરજીનો વિચાર કરતી વખતે આ બધા મુદ્દાઓનો વિચાર કરવો જોઈએ. આજના યુવાનોની અનોખી ચેટ : આજના યુવા વર્ગની ચેટ્સ બહુ અલગ સ્વરૂપની હોય છે. તેમના અંગ્રેજી શબ્દો અથવા ભાષા જૂના જમાનાના લોકો માટે ક્યારેક ક્યારેક સતામણી જેવું લાગે છે.આથી યુવાનોની ચેટ્સ NCBને શંકાસ્પદ લાગી હોઈ શકે છે, પરંતુ યુવાનોમાં ફક્ત વિનોદ ખાતર ચેટ્સ થઈ હતી કે કેમ તેનો વિચાર કરવો જોઈએ, કારણ કે આજની દુનિયા બહુ અલગ છે, એવી દલીલ પણ દેસાઈએ કરી હતી.

Next Story