Connect Gujarat
મનોરંજન 

સલમાન ખાનને સાપે ડંખ માર્યો, સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો, જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સલમાન ખાનને સાપે ડંખ માર્યો, સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો
X

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો, જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. સલમાનને સાપે ડંખ માર્યો હતો, ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, સારવાર બાદ તે પોતાના ઘરે પરત ફર્યો છે અને તેની હાલત સારી છે. ગઈકાલે રાત્રે સલમાન ખાનને તેના પનવેલ ફાર્મ હાઉસમાં સાપ કરડ્યો હતો. આ સાપ ઝેર વિનાનો હતો, તેથી અભિનેતા પર કોઈ ખાસ અસર થઈ ન હતી. સાપ કરડ્યા બાદ અભિનેતાને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તે સવારે 9 વાગે પરત પોતાના ઘરે આવ્યો હતો.

Next Story