Connect Gujarat
મનોરંજન 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને ફટકો,વધુ એક સ્ટારે શો છોડ્યો

નેહા મહેતા અને ગુરુચરણ સિંહ પછી વધુ એક એક્ટરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ છોડ્યો છે, આ લિસ્ટમાં હવે બીજું એક નામ ઉમેરાઈ ગયું છે.

નેહા મહેતા અને ગુરુચરણ સિંહ પછી વધુ એક એક્ટરે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો' છોડ્યો છે, આ લિસ્ટમાં હવે બીજું એક નામ ઉમેરાઈ ગયું છે. સિરિયલમાં 'ટપુ'નું પાત્ર ભજવતો એક્ટર રાજ અનડકટ શો છોડવાનો છે. આ માટે પેપર પ્રોસેસ થઈ ગઈ છે.'ઇટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે રાજ અનડકટનો કોન્ટ્રાક્ટ પણ રિન્યૂ નથી કરવામાં આવ્યો. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી રાજ શો છોડવાનું વિચારી રહ્યો હતો અને આ માટે તેણે પ્રોડક્શન હાઉસને વાત પણ કરી હતી. શરૂઆતમાં સિરિયલના મેકર્સ પણ આ વાત પર અજમંજસમાં હતા. આ જ અરસામાં રાજનો કોન્ટ્રાન્ક્ટ રિન્યૂ થવાનો હતો, પણ તેણે જાતે જ રિન્યૂ કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને રાજે આ શોને અલવિદા કહેવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં, પણ ક્રિસમસ પહેલાં તે પોતાનું શૂટિંગ પણ પૂરું કરી લેશે. એ પછી તે સિરિયલમાં જોવા નહીં મળે. સિરિયલના સેટ પર બબીતા એટલે કે મુનમુન દત્તા તથા ટપુડા (રાજ અનડકટ) વચ્ચે અફેર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.'ઇટાઇમ્સ'ના રિપોર્ટ પ્રમાણે, મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે. અફેરની બાબતે મુનમુન દત્તાએ થોડા સમય પહેલાં નામોલ્લેખ વિનાની પોસ્ટ મૂકીને પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.

Next Story