Connect Gujarat
મનોરંજન 

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ,79 વર્ષે પણ છે ફિટ એન્ડ ફાઇન

બોલિવૂડના બાદશાહ એટલે કે અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ છે. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1942એ અલ્હાબાદમાં થયો હતો

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ,79 વર્ષે પણ છે ફિટ એન્ડ ફાઇન
X

બોલિવૂડના બાદશાહ એટલે કે અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ છે. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1942એ અલ્હાબાદમાં થયો હતો ઉંમરના આ તબક્કે પણ તેઓ એકદમ એનર્જેટિકઅને ફિટ દેખાય છે. એમ કહી શકાય કે અમિતાભની ઉંમર તેમની ફિટનેસ પર ફિટ નથી બેસતી. આ ઉંમરે લોકો સામાન્ય રીતે આરામ કરવાનું વિચારે છે, પરંતુ અમિતાભ બચ્ચન હજુ પણ દિવસમાં 16 કલાક કામ કરે છે. તેઓ યુવાનો અને વૃદ્ધો માટે પ્રેરણા સ્ત્રોત છે. આજે ફિલ્મો સિવાય, તેંની પાસે જાહેરાતો પણ છે અને તે દરેક નાના અને મોટા દિગ્દર્શક સાથે સંપૂર્ણ સમર્પણ અને શિસ્તતા સાથે કામ કરે છે.

જ્યારે અમિતાભ બચ્ચનની ફિટનેસ અને સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે દરેકના મનમાં સવાલ આવે છે કે તેમની ફિટનેસનું રહસ્ય શું છે. ઘણી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સિગરેટ પીતા જોવા મળે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ધૂમ્રપાન કરતા નથી. હકીકતમાં ધૂમ્રપાન એક એવી આદત છે જે શરીરના દરેક અંગને અસર કરે છે. એટલું જ નહીં, તેઓ વાસ્તવિક જીવનમાં દારૂથી પણ દૂર રહે છે. આલ્કોહોલ અને સિગારેટ સિવાય અમિતાભ બચ્ચનને ચા અને કોફી પીવાનું બિલકુલ પસંદ નથી. જોકે તેઓ શરૂઆતના વર્ષોમાં કોફીના શોખીન હતા, પરંતુ થોડાં દિવસો પહેલાં તેમણે તેને પણ છોડી દીધી. હકીકતમાં કોફીમાં મોટી માત્રામાં કેફીન જોવા મળે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અમિતાભ બચ્ચન પહેલાં નોનવેજ ખાતા હતા પરંતુ તેમણે તેમની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ અને તેમની પત્ની જયા બંને શુદ્ધ શાકાહારી બની ગયા છે. આજે તેઓ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ફિટેસ્ટ વેજિટેરિયન્સમાંથી એક છે.

Next Story