Connect Gujarat
ફેશન

ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાતી હિના ખાન, પોતાના આકર્ષક લુકથી ચાહકોના દિલ જીતી લીધા

અભિનેત્રી હિના ખાન પણ નાના પડદાથી લઈને બોલિવૂડ સુધી જાણીતી છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાતી હિના ખાન, પોતાના આકર્ષક લુકથી ચાહકોના દિલ જીતી લીધા
X

અભિનેત્રી હિના ખાન પણ નાના પડદાથી લઈને બોલિવૂડ સુધી જાણીતી છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર તેના વીડિયો તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની લાંબી ફેન ફોલોઈંગ છે. હિનાની દરેક તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરે છે.

હવે હિના ખાને તેની નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં હિના ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. હિનાની આ તસવીરો પર યુઝર્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. હિના દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરોમાં તે પીળા રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે. હિનાએ તેના વાળ વાંકડિયા અને ખુલ્લા રાખ્યા હતા અને વાળના ઉપરના ભાગને એક સુંદર બન બનાવીને નાના ફૂલોની એક્સેસરીઝથી શણગાર્યા હતા. આ સાથે તેણે કાનમાં હેવી ઈયરિંગ્સ પહેરી છે જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. હિના ખાને એક સાથે ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આ તમામ તસવીરોમાં તે અલગ-અલગ રીતે પોઝ આપતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં હિનાનો આકર્ષક લુક જોવા મળી રહ્યો છે તો કેટલીક તસવીરોમાં શરમાળ હિના ચાહકોનું દિલ છીનવી રહી છે. મોટાભાગના ચાહકો તેમની આ તસવીરો પર હાર્ટ ઇમોજી પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.

Next Story